રાજકોટઃ ગુજરાત(Gujarat)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે રાજકોટ(Rajkot)માં પણ કોરોનાની સારવાર દરમિયાન થતાં મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના(Corona)ની સારવાર દરમિયાન 42 લોકોના મોત થયા છે. બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે.


બીજી તરફ કોરોના પોઝિટિવની સંખ્યામાં 475 દર્દીનો વધારો થયો છે. મહાનગરપાલિકા (Rajkot Corporation)એ વોર્ડ વાઇઝ કોરોનાની કામગીરી કરવા માટે વોર્ડ પ્રભારીની નિમણૂક કરી છે. 18 વોર્ડમાંથી 4 વોર્ડના પ્રભારી કોરોનાગ્રસ્ત છે. બીજી તરફ વેક્સિનના બે ડોઝ લેનાર સિવિલ હોસ્પિટલના પૂર્વ સર્જન, નર્સિંગ સુપરિ. સહિતનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે શહેરમાં 405 વ્યક્તિના કોરોના રિપોર્ટ (Corona report) પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કુલ કેસ 22636 થયા છે. હાલ 2749 સારવાર હેઠળ છે અને 184 દર્દીને રજા આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 70 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil hospital)ના પૂર્વ સર્જન ડો.પંકજ બૂચ, નર્સિંગ સુપરિ. હિતેન્દ્ર ઝાખરિયા તેમજ બે સેનેટરી ઇન્સ્પેક્ટરે વેક્સિનના બે ડોઝ મુકાવ્યા બાદ પણ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મનપાના વોર્ડ પ્રભારી અલ્પના મિત્રા, વાસંતીબેન પ્રજાપતિ સહિત ચાર વોર્ડ પ્રભારી પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. 


 


અમદાવાદ શહેરમાં રવિવારે અત્યાર સુધીના સૌથી વધુ 1504 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 19 લોકોના મોત થતા. સાથે જ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 2 હજાર 386 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. શહેરના કોરોનાથી કુલ કેસનો આંક 78 હજાર 488 થયો છે.


 


એપ્રિલના 11 દિવસમાં જ અમદાવાદ શહેરમાં નવા 10 હજાર 79 કેસ આવ્યા છે અને 86 દર્દીને કોરોના ભરખી ગયો છે. અમદાવાદમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક હવે ૬ હજારને પાર થઇ ગયો છે. ૩૧ માર્ચના અમદાવાદમાં ૨ હજાર ૧૧૬ એક્ટિવ કેસ હતા અને તે હવે વધીને ૬ હજાર ૮૧ થઇ ગયો છે.


 


અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક ૬ હજારને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. સંક્રમણ વધતા અમદાવાદ શહેરોની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. તો ખાનગી હોસ્પિટલોના બીલ ચૂકવવા પોષાય એમ નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્મશાનોમાં પણ અંતિમ સંસ્કાર માટે બે કલાકથી વધુનું વેઈટિંગ છે. જેના કારણે લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે.


 


ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે. 


 


રાજ્યમાં ગઈકાલે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.