રાજકોટના લોકો માટે રાહતના સમાચારઃ હવે કાર કે અન્ય વાહનમાં બેસી કરાવી શકશે  RTPCR ટેસ્ટ 

મનપા અને ખાનગી લેબોરેટરી દ્વારા શહેરના રેસકોર્સ 4 બુથ ઉભા કરવામાં આવ્યા છે. કારમાં બેસીને 700 રૂપિયામાં RTPCR ટેસ્ટ થઇ શકશે.

Continues below advertisement

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજકોટમાં કોરોનાના RTPCR ટેસ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટવાસીઓ હવે કાર કે અન્ય વાહનમાં બેસીને RTPCR ટેસ્ટ કરી શકશે. મનપા અને ખાનગી લેબોરેટરી દ્વારા શહેરના રેસકોર્સ 4 બુથ ઉભા કરવામાં આવ્યા છે. કારમાં બેસીને 700 રૂપિયામાં RTPCR ટેસ્ટ થઇ શકશે.

Continues below advertisement

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સરકારી આંકડા પ્રમાણે 70થી વધુ દર્દીના મૃત્યુ નિપજ્યા છે. તો સૌરાષ્ટ્રમાં કોરોનાના 2 હજાર 919 કેસ નોંધાયા છે. રાજકોટમાં ફરી એકવાર કોરોનાના કેસ  600ને પાર પહોંચ્યા છે. રાજકોટ શહેરમાં 621 તો ગ્રામ્યમાં નવા 42 કેસ નોંધાયા છે. તો જામનગર શહેરમાં કોરોનાના નવા 396 કેસ તો ગ્રામ્યમાં નવા 352 કેસ નોંધાયા છે.

 

જ્યારે ભાવનગર જિલ્લામાં 300 તો જિલ્લામાં 212 કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાં 138 તો ગ્રામ્યમાં 134 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ 200ને નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 197 કેસ નોંધાયા છે. તો સુરેંદ્રનગર જિલ્લામાં 211, દેવભૂમિ દ્વારકામાં 48, મોરબીમાં 94, ગીર સોમનાથમાં 111, બોટાદ 14 અને પોરબંદરમાં 49 કેસ નોંધાયા છે.

 

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7183  પર પહોંચી ગયો છે.

 

રાજ્યમાં ગઈકાલે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046   પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72  ટકા છે.

 

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 14, મહેસાણા-3, જામનગર કોર્પોરેશન- 9,   જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 5, સુરત 7, દાહોદ 3, વડોદરા 6,   બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેન્દ્રનગર-7, અમરેલી 2, ખેડા 0,   ગાંધીનગર કોર્પોરેશન-2, ગાંધીનગર-2, સાબરકાંઠા 9, કચ્છ 5, નવસારી 0, જૂનાગઢ કોર્પોરેશન 3, જૂનાગઢ 5, ભરૂચ 2, આણંદ 0, મહીસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, નર્મદા 0, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, તાપી 0. મોરબી 3, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3, ડાંગ 0 અને બોટાદ 3 મોત સાથે કુલ 173 લોકોના મોત થયા છે.

 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

 

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5391, સુરત કોર્પોરેશન-1737, વડોદરા કોર્પોરેશન-654, રાજકોટ કોર્પોરેશ 621, મહેસાણા-516, જામનગર કોર્પોરેશન- 396,   જામનગર-352, ભાવનગર કોર્પોરેશન 300, સુરત 274, દાહોદ 268, વડોદરા 267,   બનાસકાંઠા 234, પાટણ 233, ભાવનગર 212, સુરેન્દ્રનગર-211, અમરેલી 197, ખેડા 179,   ગાંધીનગર કોર્પોરેશન-169, ગાંધીનગર-162, સાબરકાંઠા 161, કચ્છ 157, નવસારી 142, જૂનાગઢ કોર્પોરેશન 138, જૂનાગઢ 134, ભરૂચ 133, આણંદ 132, મહીસાગર 129, વલસાડ 126, અરવલ્લી 119, નર્મદા 118, પંચમહાલ 114, ગીર સોમનાથ 111, તાપી 99, મોરબી 94, છોટા ઉદેપુર 89, પોરબંદર 49, અમદાવાદ 48, દેવભૂમિ દ્વારકા 48, રાજકોટ 42, ડાંગ 35 અને બોટાદ 14 કેસ સાથે કુલ 14605 કેસ નોંધાયા છે.

 

કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

Continues below advertisement
Sponsored Links by Taboola