રાજકોટઃ આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સમયે રાજકોટમાં કેટલાક સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે.


પ્રદેશ અગ્રણી નિતીન ભારદ્વાજ , ડો.જયમીન ઉપાધ્યાય, ઉદય કાનગડ, બીના આચાર્ય, કશ્યપ શુક્લે ચૂંટણી લડવા અનિચ્છા બતાવી છે. એક વ્યક્તિ અને એક હોદ્દા રૂપે શહેર પ્રમુખ કમલેશ મિરાણીની ટીકીટ કપાઇ શકે છે. નવી વોર્ડ રચનાને કારણે કેટલાક કોર્પોરેટરોના વોર્ડમાં ફેરફાર થઇ શકે છે અને કેટલાક જૂના જોગીઓની ટીકીટ કપાઇ શકે છે.