જેતપુરઃ જેતપુરમાં વીજ કરંટ લાગતા પતિ પત્નીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા દંપતીનું મોત થયું હતું. વરસાદના કારણે ઘરે લોખંડની સીડીમાં વીજ કરંટ લાગતા પતિ-પત્નીનું મોત થયું હતું. બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમીનભાઇ હાસમભાઇ તરખેસા અને  રોશનબેન અમીનભાઇ તરખેસાનું વીજ કરંટ લાગતા મોત થયું હતું.
જેતપુર સીટી પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી.


અન્ય એક ઘટનામાં ભાવનગર શહેરના બોર તળાવ બોટહાઉસ પાસે યુવક અને યુવતી પર વીજળી પડી હતી. એન.સી.સી ઓફિસ પાસે બનેલી આ ઘટનામાં યુવકનું વીજળી પડવાથી ઘટના સ્થળ પર મોત થયું જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે દાઝી જતા 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કચ્છના ભુજના લાખોદમાં વીજળી પડવાથી એકનું મોત થયું છે. ઝાડ નીચે ઉભેલા એક વ્યક્તિનું વીજળી પડવાથી મોત થયું હતુ.


Gujarat Weather Update: રાજ્યના 36 તાલુકામાં વરસાદ, ગોંડલમાં દોઢ ઈંચ વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો


Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે રાતથી જ વરસાદ શરુ થયો હતો. તો બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારના બે કલાકમાં ગોંડલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે કોટડા સાંગાણી અને જામકંડોરણામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.


સવારના બે કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં કોડીનાર, માંગરોળ, કેશોદ અને મેંદરરડામાં અડધો-અડધો ઇંચ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો હતો. ગોંડલ યાર્ડમાં મરચાની ભારી મોટા પ્રમાણમાં પલળી ગઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તૈયાર મરચાનો પાક પલળી જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક બાજુ મરચાના ભાવ આસમાને તો બીજી બાજુ સતત બીજી વખત મરચાનો પાક માર્કેટિંગ યાર્ડમાં પલળ્યો છે. મરચાની સાથે ડુંગળીનો પાક પણ પલળ્યો છે.


ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં કમોસમી વરસાદે મોનસૂન જેવો માહોલ સર્જી દીધો છે