રાજકોટઃ મૂળ જામનગરની અને રાજકોટના યુવાન સાથે લગ્ન કરનારી યુવતીને ભૂવા સાથે શરીર સંબંધ બંધાયા હતા. આ યુવતી ભૂવા સાથે શરીર સુખ માણવા વારંવાર જામનગર જતી રહેતી હતી. દરમિયાનમાં પતિને યુવતીના અનૈતિક સંબંધોની ખબર પડી જતાં યુવતીએ પતિને દબાવવા ઘરેલુ હિંસાનો કેસ કરીને વળતર તથા ભરણપોષણ માંગ્યું હતું. જો કે પતિ સિવાયના અન્ય પુરૂષ સાથે અનૈતિક શરીર સંબંધ રાખનારી પરિણીતા ભરણપોષણ મેળવવા હક્કદાર ન હોવાની ટકોર કરી જામનગરની અદાલતે પરિણીતાએ કરેલી વચગાળાની રાહતની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.


આ ઘટનાની વિગત એવી છે કે, જૂના થોરાળા વિસ્તારના વિજયનગર-4માં રહેતા યુવાનના લગ્ન 2014માં જામનગરની યુવતી સાથે થયા હતા. પત્નીના પિયરિયાં અંધશ્રદ્ધામાં માનતા હોવાથી દિનેશ નામના ભૂવા પાસે દાણા જોવડાવતા હતા. યુવતી પણ ભૂવાને મળતી હતી તેથી બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હતા. બંને તક મળે ત્યારે શરીર સુખ માણતાં હતાં. ભૂવો જામનગર રહેતો હોવાથી  યુવતી  દિનેશ સાથે શરીર સુખ માણવા વારંવાર જામનગર જતી રહેતી હતી.


યુવતીના મોબાઇલનું રિચાર્જ એક વાર પૂકું થઇ જતે તેણે ભત્રીજાના મોબાઇલ ફોનમાંથી પ્રેમી  દિનેશ ભૂવા સાથે વાત કરી હતી.  ભત્રીજાના મોબાઇલનું રેકોર્ડિંગ ચાલુ હોવાથી પરિણીતાએ પ્રેમી ભૂવા સાથે કરેલી અશ્લીલ વાતોનું રેકોર્ડિંગ  થઇ જતાં યુવતીની ભૂવા સાથેની કામલીલાનો ભાંડો ફૂટી ગયો હતો.


અનૈતિક  સંબંધો બહાર આવી જતાં  પરિણીતા પિયર ચાલી ગઇ હતી. પાછળથી પતિએ કબાટમાં તપાસ કરતા દિનેશ ભૂવાએ પત્નીને લોહીથી લખેલા પત્રો તેમજ બંનેના અશ્લીલ ફોટા મળી આવ્યા હતા.


આ તરફ યુવતીએ પતિ, જેઠ અને જેઠાણી સામે જામનગરની કોર્ટમાં ઘરેલુ હિંસા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય બાદ પરિણીતાએ વચગાળાની રાહત મેળવવા માટે ભરણપોષણની રકમ અને રૂપિયા 5 લાખ માનસિક નુકસાનીનું વળતરની માંગ કરી હતી. અદાલતે રાજકોટ સ્થિત પરિણીતાના પતિ, જેઠ, જેઠાણીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપી હતી. યુવાન તેના ભાઇ, ભાભી સાથે પત્નીના અનૈતિક સંબંધોના પુરાવાઓ સાથે કોર્ટમાં હાજર થયો હતો. અદાલતે તમામ પુરાવાઓને તેમજ દલીલોને ધ્યાને રાખી આવા કિસ્સામાં પરિણીતા ખાધાખોરાકી મેળવવા હક્કદાર ન હોવાની ટકોર કરી પરિણીતાની ભરણપોષણ આપવા અંગેની અરજીને નામંજૂર કરી છે.