રાજકોટઃ રાજકોટમાં યોજાયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાંથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અધવચ્ચેથી નિકળ ગયા હતા. પાટીલ શરૂઆતથી જ રોડ શોમાં  જોડાયા હતા પણ રોડ શો પૂરો થવાના અડધા કલાક પહેલાં નિકળ ગયા હતા. ભાજપનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, સી.આર. પાટીલનો જામનગરમાં ભાજપ સંગઠનનો કાર્યક્રમ હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજા લઈને તે જીપમાંથી ઉતરી ગયા હતા અને જામનગર જવા રવાના થઈ ગયા હતા.


રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પછી શરૂ થયેલા રોડ શોમાં પાટીલ સતત સાથે રહ્યા હતા પણ રોડ શો પૂરો થવાની પચીસેક મિનિટ પહેલાં પાટીલ રોડ શોમાંથી નિકળી ગયા હતા.


પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપમાં સાથે જ હતા. ભૂપેન્દ્ર પટેલ લોકોનું અભિવાદન સ્વીકારી શકે તે માટે ખુલ્લી જીપ ઉભી રખાઈ હતી ત્યારે પાટીલે રોડ શોમાંથી ઉતરી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખભે હાથ મૂકીને તેમનું ધ્યાન દોર્યું હતું અને પછી તેમની રજા લઈને જીપમાંથી નીચ ઉતરી ગયા હતા. રોડ શો પૂરો થયો ત્યારે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના અન્ય સભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ કોલેજ પહોંચ્યા હતા.  


રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ શો યોજાયો હતો જોકે, આ રોડ શોમાં વિજય રૂપાણી ગેરહાજર જોવા મળ્યા હતા. પરંતુ રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્ર કોલેજના કાર્યક્રમાં રૂપાણી હાજર રહ્યા હતા. અહીં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા. 


સવારે ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. આ પછી સીઆર પાટીલે રોડ શોને ફ્લેગઓફ કરતાં એરપોર્ટથી રોડ શોની શરૂઆત થઈ હતી. હવે એરપોર્ટથી નીકળીને રેસકોર્ષ રોડ, રેસકોર્ષથી કિસાનપરા ચોક, કિસાનપરાથી જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયત ચોકથી યાગ્નિક રોડ, યાગ્નિક રોડથી ધર્મેન્દ્રસિંહ કોલેજ  સુધી આવી પહોંચ્યો હતો.


રોડ શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીપમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ હતા. જ્યારે તેની પછીની જીપોમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા સહિત સૌરાષ્ટ્રના નેતાઓ હતો


રોડ શોમાં રોડેસવાર,વિન્ટેજ કાર,બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અઢી કિલોમીટરના રૂટમાં ૮૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા .જેમાં વિવિધ સંગઠન,સંસ્થાઓ અને ભાજપના વિવિધ સેલ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત હતા. 


રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સ્ટેજ કાર્યક્રમ યોજાશે, જેમાં સુશાસન દિવસની પૂર્ણાહુતિ કાર્યક્રમ જેમાં વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.