Rajkot Crime News: રાજકોટમાંથી એક આપઘાતની ઘટના સામે આવી છે, જિલ્લાના જસદણ ગામમાં એક યુવક અને યુવતીએ સાથે જ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યુ છે, બન્નેનું સારવાર દરમિયાન મોત થયુ છે. જોકે, કયા કારણોસર બન્નેએ આપઘાતની ઘટનાને અંજામ આપ્યો તે કારણ હજુ સુધી અકબંધ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાંથી આજે વધુ એક આપઘાતની ઘટનાએ તમામને ચોંકાવ્યા છે. રાજકોટ જિલ્લાના જસદણના ભંડારીયા ગામે આ આપઘાતની ઘટના ઘટી છે, બન્ને મૃતક, વિવેક ભુપત બાળળીયા અને કિંજલ ભરત મોઢવાણીયાએ એક ગામમાં રહેતા હતા, તેઓ બન્નેએ આજે સાથે ખેતરમાં જઇને ઝેરી દવા પી લીધી હતી, ઝેરી દવા ગટગટાવ્યા બાદ બન્ને વિવેક અને કિંજલને સારવાર અર્થે ગોંડલની ખાનગી હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા, જોકે, ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. યુવક વિવેક ભુપત બાળળીયા અને યુવતી કિંજલ ભરત મોઢવાણીયાએ કયા કારણોસર જીવન ટુંકાવ્યુ તેનું કારણ હજુ સુધી અકબંધ છે, આ સમગ્ર મામલે અત્યારે ભાડલા પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના આ ગામે ભુવા સહિત 5 લોકોએ તાંત્રિક વિધિના બહાને યુવતી પર આચર્યુ દુષ્કર્મ
કેશોદના મેસવાણ ગામે યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને સાગર નામના ભુવા સહિત ફેઝલ પરમાર, વિજય વાઘેલા,નારણ આહીર અને સિકન્દર સામે ફરિયાદ નોંધી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પૈસા મળશે તેવી લાલચ આપી યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે બાદ સાગર ભુવુ સહીત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એટ્રોસિટી, ધાકધમકી સહીતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં એક્સ હસબન્ડે તેમની એક્સ વાઇફ સાથે છેતરપિંડી કરીને 25 લાખ રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પૂર્વ પતિએ સંયુક્ત મકાનની મિલકત પર લોન લઇને છેતરપિંડ કરી છે. ફરિયાદી મહિલાના એક વર્ષ પહેલાં પૂર્વ પતિ જીગ્નેશ પનારા સાથે છૂટાછેડા થયા હતા. પૂર્વ પતિએ ભરણપોષણના પૈસા ચૂકવવા માટે આ મકાન પર લોન લીધી હતી. લોન લઈને લોનના હપ્તા પૂર્વ પતિએ ન ચૂકવતાં મહિલાને હપ્તા ભરવાનો વારો આવ્યો હતો.
મહિલાનો આક્ષેપ છે કે, પૂર્વ પતિ જિગ્નેશ પનારા પોલીસે ફરિયાદ ન હતી લીધી, છે છેક ગૃહ વિભાગ સુધી રજૂઆત પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાઇ જો કે ફરિયાદ નોંઘાયા બાદ પણ પોલીસે પૂર્વ પતિ જીગ્નેશ પનારા, સાસુ રેખાબેન પનારા, નણંદ ડિમ્પલ બુરવા અને એકતા મિતેષ વૈદ્ય સામે કોઈ કાર્યવાહી નથી કરી.નોંધનિય છે કે પીડિત મહિલાએ 9 દિવસ પહેલા ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
તો બીજી તરફ રાજકોટમાં એક નાની બાળકીને પીંખી નાંખવાની ઘટના સામે આવી છે. તાજા માહિતી પ્રમાણે, રાજકોટમાં એક હવસખોર પૌઢે માત્ર 3 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી છે. રાજકોટ શહેરમાં રામચંદ્ર પાસવાન નામના પૌઢે આ કરતૂત કરી છે, જોકે પોલીસે હાલમાં આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં 3 વર્ષની બાળકીને પૌઢે ફ્રાયમ્સ ખવડાવવાના બહાને બોલાવી હતી, જ્યારે બાળકી આવી તો પૌઢ તેને પોતાના રૂમમાં લઇ ગયો અને તેને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, સમગ્ર ઘટના બહાર આવતા જ શહેરના આજીડેમ પોલીસે પૌઢને પકડી લીધો હતો. હાલમાં દુષ્કર્મ પીડિત ત્રણ વર્ષનીને બાળકી રાજકોટ સિવિલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.