Rajkot Crime News: રાજકોટમાંથી આંગડીયા પેઢીમાંથી એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે, શહેરના ગોંડલ રૉડ પર આવેલી એક આંગડીયા પેઢીમાંથી કર્મચારીએ જ 35 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટના ગઇ 10 માર્ચે ઘટી હતી જોકે, આંગડીયા પેઢીના મેનેજરે ગઇકાલે કર્મચારી વિરૂદ્ધ લૂંટનો કેસ નોધાવ્યો હતો.
ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ગઇ 10 માર્ચે રાજકોટમાં આ લૂંટની ઘટના ઘટી હતી, રાજકોટના ગોંડલ રૉડ પર આવેલી આંગડીયા પેઢી જેનું નામ એસ.રમેશચંદ્ર છે, જેમાં એક કર્મચારી કામ કરતો હતો, જેનું નામ અર્જૂનસિંહ જાડેજા છે, તેને આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, ગઇ 10 માર્ચે જ્યારે એસ. રમેશચંદ્ર આંગડીયા પેઢીના મેનેજર વતનમાં ગયા હતા, આ દરમિયાન તકનો લાભ લઇને આંગડીયા પેઢીમાં કામ કરતાં કર્મચારી અર્જૂનસિંહ જાડેજાએ 35.5 લાખ રૂપિયાથી ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી, અર્જૂનસિંહ જાડેજા મૂળ પાટણનો વતન હતો અને ગોંડલની આ આંગડીયા પેઢીમાં કામ કરતો હતો. કર્મચારી અર્જૂનસિંહ 35 લાખ રૂપિયાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ હતો. જ્યારે આંગડીયા પેઢીના મેનેજરને આ વાતની જાણ થઇ તો તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં મુસ્લિમ યુવાને પરિણીતા પર આચર્યુ દુષ્કર્મ, વીડિયોથી બ્લેકમેઇલ કરી વારંવાર બનાવતો હવસનો શિકાર
સુરતમાં વધુ એક ચોંકાવનારી દુષ્કર્મ ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક યુવાને હવસનો શિકાર બનાવી છે. યુવક દ્વારા પરિણીતાને બ્લેકમેઇલ કરીને વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવતી હતી, જેથી કંટાળેલી મહિલાએ બાદમાં રાજસ્થાનમાંથી ઝીરો એફઆઇઆર નોંધાવી છે, હાલમાં પોલીસ આ મામલે તપાસ શરૂ કરીને આરોપીની શોધખોળ કરી રહી છે.
સુરતમાં એક યુવકે પરિણીતાને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક મુસ્લિમ યુવક દ્વારા વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ઘટનાની વિગતો એવી છે કે, પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના અમરોલીમાં 25 વર્ષીય પરિણીતા મહિલાને એક મુસ્લિમ યુવક દ્વારા ઘેનની દવા પીવડાવ્યા બાદ દુષ્કર્મ આરવામાં આવ્યુ હતુ, આ પછી મુસ્લિમ યુવકે પરિણીતાનો વીડિયો બનાવી લીધો અને વારંવાર પરિણીતાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. મહિલાનો આરોપ છે કે, બ્લેકમેઇલ કરીને મુસ્લિમ યુવકે પરિણીતા પાસેથી 60 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. જોકે, આ કંટાળેલી પરિણીતા મહિલાએ આખરે રાજસ્થાનમાંથી મુસ્લિમ યુવાન વિરૂદ્ધ જીરો એફઆઇઆર નોંધાવી હતી. હાલમાં આ દુષ્કર્મ અને બ્લેકમેઇલ ઘટનામાં અમરોલી પોલીસ હવસખોર ઇરફાન વિરૂદ્ધ આઇટીએક્સ અને દુષ્કર્મની કલમો અંતર્ગત કેસ નોંધીને તપાસ કરી રહી છે. હાલમાં શોધખોળ ચાલુ છે.