Rajkot Crime News: ફરી એકવાર રાજકોટમાથી ગાંજાની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે, પોલીસે બાતમીના આધારે ધોરાજી પોલીસે જિલ્લામાં ગાંજો ઘૂસે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો હતો. ધોરાજી પોલીસે 26 હજારની કિંમતના એક કિલો ગાંજા સાથે એક શખ્સને હાઇવે પર બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે ગાંજાની લેવડદેવડ કરનારો આરોપી ફરાર થઇ ગયો હતો. 


રાજકોટ જિલ્લામાં ગાંજાની હેરાફેરીને રોકવા માટે પોલીસ ફરી એકવાર જાગી છે. પોલીસે આ વખતે રાજકોટના ધોરાજીમાંથી ગાંજો સપ્લાય થયા તે પહેલા જ એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જોકે, ગાંજો આપનારા શખ્સ ફરાર છે. રાજકોટ જિલ્લાના ધોરાજીની સ્થાનિક પોલીસએ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી જેમાં એક કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ગાંજાનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં જ ગાંજા સાથે એક યુવાનને દબોચી લેવામાં આવ્યો છે. ખરેખરમાં, ઉપલેટા તરફથી એક યુવાન ગાંજાનો જથ્થો લઇને ધોરાજી તરફ આવી રહ્યો હોવાની બાતમી પોલીસને પહેલાથી જ મળી ગઇ હતી, જેના આધારે પોલીસે હાઇવે પર એક બાઇક સવારને રોકીને પુછપરછ શરૂ કરી હતી જેની પાસેથી 26 હજારની કિંમતનો ગાંજાનો એક કિલ્લો જથ્થો મળી આવ્યો હતો. ધોરાજીના નવનિયુક્ત પીઆઈ રવી ગોધમ સહિતની ટીમે આ ખાસ કામગીરી કરી હતી. કુલ 26 હજારના મુદ્દામાલ સાથે એક શખ્સને ને ઝડપી પાડવામાં આવ્યો હતો, તો વળી, ગાંજો આપનાર આરોપી ફરાર થયો હતો. હવે આ ફરાર આરોપીને પકડી પાડવા માટે ધોરાજી પોલીસની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.       


વેરાવળ બોટમાંથી 350 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો 


ગીર સોમનાથ વેરાવળના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં વેરાવળ બંદર પર એક બોટમાંથી  350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં હવે જામનગરના બેડીના અલ્લારખા નામના શખ્સનું નામ ખુલ્યું છે. પોલીસ તેની ધરપકડ કરી વેરાવળ લાવી છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.  અગાઉ બોટના ટંડેલ સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે, ડ્રગ્સની હેરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે. આ કેસમાં ઈશાક નામના શખ્સનું નામ ખુલ્યું હતું.  જે હાલ આફ્રિકામાં છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે જામનગરના બેડીમાં રહેતો અલ્લારખા ઈશાકના સંપર્કમાં છે.  એટલું જ નહીં અલ્લારખા ડ્રગ્સ લાવવાથી લઈ સપ્લાય સુધીનું નેટવર્ક સંભાળતો હતો.


વેરાવળ બંદર પરથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું


થોડા દિવસો પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો.  આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.  આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો.  ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે. ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો. 


બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું


ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ  મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે.