Rajkot Physical Harassment: રાજકોટમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના વાછકપર શાળામાં છેડતીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. અહીં એક શિક્ષક વિરૂદ્ધ એક-બે નહીં પરંતુ 12 વિદ્યાર્થિનીઓની છેડતી કર્યાના આરોપ સાથે ફરિયાદ દાખલ થઇ છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં આ કલંકિત કિસ્સા બાદ શું કાર્યવાહી થશે તે અંગે હજુ સસ્પેન્સ છે.
રાજકોટ જિલ્લાના વાછકપર ગામની ઘટનાને લઇને હાલમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનાની વિગતો એવી છે કે, જિલ્લાના વાછકપર ગામમાં આવેલી એક શાળાના શિક્ષક કમલેશ અમૃતિયા સામે છેડતીનો આરોપ છે, આ શિક્ષકે શાળાની એક-બે નહીં પરંતુ 12 જેટલી વિદ્યાર્થિનીઓની છેડતી કરી છે, આ આખો ખેલ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો, જેનો ભાંડો ફૂટતા શિક્ષક વિરૂદ્ધ પૉક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસે હજુ સુધી આ અંગે કોઇ કાર્યવાહી કરી નથી અને શિક્ષકની ધરપકડ થશે કે નહીં તે પણ સવાલોમાં છે. ઉલ્લેખનીય છે કે, આરોપી શિક્ષકનું નામ કમલેશ અમૃતિયા છે અને શાળાની મહિલા આચાર્ચનો પતિ છે. હવે આમાં પોલીસ તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહીની રાહ જોવાઇ રહી છે.
આ પણ વાંચો