રાજકોટ ડેરીમાં દૂધ આપતાં પશુપાલકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોને દૂધના કિલો ફેટે મળતાં ભાવમાં રાજકોટ ડેરીએ 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે. મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂપિયા 640ના બદલે હવે 620 રૂપિયા જ મળશે. રાજકોટ ડેરી સાથે જોડાયેલા 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવની અસર થશે.


રાજકોટ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 640 રૂપિયા આપવામાં આવતા હતા. જે હવેથી 620 રૂપિયા આપવામાં આવશે અને તે મંડળીઓને મળશે. જ્યારે મંડળીઓ પશુપાલકોને તો ફક્ત 615 રૂપિયા ચૂકવવામાં આવશે. એટલે કે પશુપાલકો માટે આ ઘટાડો તો 25 રૂપિયાનો થયો.