રાજકોટઃ રાજકોટ હોટેલ નોવામાં સગીરાની હત્યા અને યુવકના આપઘાતનો મામલે હવે મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોષીનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સવાર થી જ ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેનીશે ધ્રુવાની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું. કોઈ પ્રેમ સંબંધ પણ હોઈ તેવી કોઈ દિવસ જાણ પણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી થાય .

Continues below advertisement

કરણપરા વિસ્તારમાં આવેલા નોવા હોટેલમાં સગીરાની હત્યા કરી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કચ્છનો યુવક અને જામનગરની સગીરા રાજકોટમાં આવ્યા હતા. હોટલ નોવાના રૂમ નંબર 301માં સગીરાની હત્યા કરી યુવકે એસિડ પીધું. યુવકને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલે ખસેડાયો. એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો . યુવકે સગીરાની હત્યા કરતાં પહેલાં પરિવારને ફોન પર જાણ કરી હતી. 

સગીરાએ માતા પાસે મદદ માંગી છતાં યુવકે કરી સગીરાની હત્યા. સગીરાના માતા પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલાં જ સગીરાએ જીવ ગુમાવ્યો. યુવકનું નામ જેમીશ દેવાયતકા અને સગીરાનું નામ ધ્રુવા જોશી છે. સવારથી યુવક અને સગીરા નોવા હોટલમાં રોકાયા હતા. હત્યા અને આપઘાત મામલે એસીપી જી.એસ ગેડમનું નિવેદન પણ સામે આવ્યું છે. એસીપીએ કહ્યું કે,  યુવતીને ગળે ટાઈ બાંધી હત્યા કાર્ય હોવાનું પ્રાથમિક તારણ છે. સગીરા અને યુવક સવારે ૯ વાગ્યે હોટેલમાં આવ્યા હતા. યુવકે હત્યા અને આપઘાત પહેલા પરિવારને જાણ કરી હતી. હોટલમાં એસિડ કેવી રીતે લઈ ગયા તેની તપાસ કરાશે. યુવક અને સગીરાના ફોન કબ્જે કર્યા. ફોનમાંથી પોલીસને મળ્યા રેકોર્ડિંગ.

Continues below advertisement