Rajkot Drugs News: રાજકોટમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે, રાજકોટ SOGએ મોટી કાર્યવાહી કરતાં બે શખ્સોને 13 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ SOGની ટીમે બાતમીના આધારે મેફેડ્રૉન વેચનારા શખ્સોને દબોચી લીધા છે, શહેરના 150 ફૂટ રૉડ પર આ બન્ને શખ્સો મેફેડ્રૉનનો જથ્થો વેચી રહ્યાં હતા, તે દરમિયાન અચાનક SOGની ટીમે દરોડા પાડ્યા હતા,




અને તે સમયે 13 લાખ રૂપિયાની કિંમતના 130. 84 ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓમાં રાજકોટના બ્રિજેશ પાલિવાલ અને મોનાર ઉર્ફે ભાણાનો ઓળખ થઇ છે, બન્નેને SOGની ટીમે અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઘટનામાં મુંબઈના હાર્દિક પરમારનું પણ નામ ખુલ્યું છે.




આરોપીને પકડવા અંબાજી સંઘમાં યાત્રાળુ બની પોલીસ 5 કીમી ચાલ્યા બાદ આરોપીને ઝડપ્યો


અત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે, શ્રદ્ધાળુઓ પણ માતાના દર્શન કરવા પગપાળા સંઘ લઇને નીકળી રહ્યાં છે. પરંતુ આ સંઘની વચ્ચે આજે SOG પોલીસે એક દિલધડક ઓપરેશનને પાર પાડ્યુ છે. મહીસાગર SOG ની ટીમે એક નાસતા ફરતા આરોપીને અંબાજી સંઘમાં પગપાળા સંઘ સાથે પાંચ કીમી સુધી ચાલીને ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા એક વર્ષથી  ચલણી નોટોના કેસમાં નાસતો ફરતો હતો.  છેલ્લાં એક વર્ષથી ચલણી નોટોના કેસમા નાસતા ફરતા એક રાજસ્થાનના આરોપીને ઝડપી પાડ્યો હતો. મહીસાગર SOG પોલીસને ટીમને બતામી મળી હતી કે, આરોપી અંબાજી પગપાળા સંઘમા જઈ રહ્યો છે, આ બાતમી આધારે મહીસાગર SOG પોલીસએ વૉચ ગોઠવી અને પછી આરોપીને સાથે સાથે સંઘમા 5 કિલોમીટર સુધી ચાલી હતી, આ દરમિયાન SOGની ટીમે પણ પગપાળ સંઘના યાત્રાળુ બની અને બાદમાં SOGની ટીમે સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીકથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો. ખાસ વાત છે કે, આ આરોપી વર્ષ 2022નાં સંતરામપુરમા ચલણી નોટોના કેસ મા નાસ્તો ફરતો હતો, હાલમાં મહીસાગર SOG પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ રાજસ્થાનનો પરિવાર સાથે અંબાજી સંઘ લઈ જવા નીકળ્યો હતો, ત્યારે આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો.