રાજકોટઃ ગઈ કાલે છાપરા ગામના કોઝ-વે પરથી I20 કાર તણાઇ હોવાની ઘટના સામે આવી હતી. ગઇ કાલે આ કારમાં રાજકોટના અગ્રણી ઉધોગપતિ પેલીકન કંપનીના માલિક કિશનભાઈ જમનાદાસ તણાઇ ગયા હતા. ઉધોગપતિની 24 કલાકથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. 


ડોંડી નદીમાં પાણીમાં કાર ગરકાઉ થઈ હતી. બે લોકો હજુ પણ લાપતા છે. NDRFની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી. છાપરા ગામમાં આવેલ ડોંડી નદીમાં NDRFની ટિમ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાને 24 કલાક જેટલો સમય છતાં હજુ બે લોકો લાપતા છે. 





સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે અને ઠેક ઠેકાણે લોકો ફસાયાના સમાચાર મળી રહ્યા છે. ટંકારાના સખપર ગામે પણ 6 લોકો ફસાયાં હતાં. આ ફસાયેલા ૬ લોકોનું પોલીસ દ્વારા ગ્રામજનોની મદદથી કરાયું છે. આ લોકો આખો દિવસ પાણીમાં રહ્યાં હતાં ને મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.


ટંકારાના પી. એસ. આઈ. બી ડી પરમાર, જમાદાર મહોમદભાઈ બલોચ અને સખપર ગામના લોકોએ રેસ્ક્યુ કરી લોકોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. આ તમામ ૬ લોકો ગઈકાલે મેલડી માતાજીના મંદિરે તાવો કરવા ગયાં હતા પણ ધોધમાર વરસા પડતાં ફસાયાં હતા. મામલતદાર, મોરબી ફાયર અને પોલીસની ટીમે સોમવારે મોડી રાત્રી સુધી તેમને બહાર કાઢવા પ્રયત્ન કર્યા હતા પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેમને બહાર કાઢી શકાયા નહોતા.  મોડી રાત્રે પાણી ઓસર્યા બાદ ટંકારા પોલીસ અને ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યાં હતાં.


ફસાયેલા લોકોમાં કાંતિભાઈ જગાભાઈ સોલંકી, હિતેશભાઈ મનસુખભાઇ સોલંકી, ગોપાલભાઈ પરસોતમભાઈ સોલંકી, ઉમેશભાઈ રમેશભાઈ સોલંકી (તમામ રહેવાસી) સખપર ગામ અને હરેશભાઇ ચતુરભાઈ અને વિપુલભાઈ સોમાભાઈ (રહે થાન)નો સમાવેશ થાય છે.  તમામ લોકો હેમખેમ બહાર આવતાં પોલીસ અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. 

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે ત્યારે ભારે વરસાદના કારણે જામકંડોરણા તાલુકાનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. સદનસીબે એ વખતે બ્રિજ પર કોઈ નહીં હોવાથી કોઈ નુકસાન થયું નથી. જામકંડોરણાથી રાજકોટ જતા ફોફડ ડેમ પર આવેલ બ્રિજ ધરાશાયી થતાં વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. આ બ્રિજ ધરાશાયી થતા જામંકંડોરણા-ગોડલ હાઈ-વે બંધ કરી જેવો પડ્યો છે. સોમવારે ભારે વરસાદ થતાં આ રોડ તૂટી ગયો હતો.