રાજકોટઃ ભાજપના કયા દિગ્ગજ નેતાનું કોરોનાથી થયું મોત? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Oct 2020 04:46 PM (IST)
રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખા વસોયાનું કોરોનાને લીધે અવસાન થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
તસવીરમાં ભીખાભાઈ વસોયા મુખ્યમંત્રી રૂપાણી સાથે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે. ભાજપ-કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયાનું કોરોનાને લીધે અવસાન થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેને કારણે ભાજપમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. ભાજપના આગેવાન ભીખાભાઇને ફિફસામાં તકલીફ હતી. આવતી કાલે એમ્બ્યુલન્સમાં ચેન્નઈ લઈ જવાના હતા. દરમિયાન આજે ખાનગી હોસ્પિટલમાં ભીખાભાઇ વસોયાએ અંતિમ શ્વાસ લીધો છે.