રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ શો યોજાયો હતો જોકે, આ રોડ શોમાં વિજય રૂપાણી ગેરહાજર જોવા મળ્યા હતા. પરંતુ રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્ર કોલેજના કાર્યક્રમાં રૂપાણી હાજર રહ્યા હતા. અહીં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા.
સવારે ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. આ પછી સીઆર પાટીલે રોડ શોને ફ્લેગઓફ કરતાં એરપોર્ટથી રોડ શોની શરૂઆત થઈ હતી. હવે એરપોર્ટથી નીકળીને રેસકોર્ષ રોડ, રેસકોર્ષથી કિસાનપરા ચોક, કિસાનપરાથી જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયત ચોકથી યાગ્નિક રોડ, યાગ્નિક રોડથી ધર્મેન્દ્રસિંહ કોલેજ સુધી આવી પહોંચ્યો હતો.
રોડ શો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીપમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ હતા. જ્યારે તેની પછીની જીપોમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા સહિત સૌરાષ્ટ્રના નેતાઓ હતો
રોડ શોમાં રોડેસવાર,વિન્ટેજ કાર,બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અઢી કિલોમીટરના રૂટમાં ૮૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા .જેમાં વિવિધ સંગઠન,સંસ્થાઓ અને ભાજપના વિવિધ સેલ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત હતા.
રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સ્ટેજ કાર્યક્રમ યોજાશે, જેમાં સુશાસન દિવસની પૂર્ણાહુતિ કાર્યક્રમ જેમાં વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.
Rajkot: CM ભૂપેન્દ્ર પટેલે રૂપાણીને નહીં પણ આ જૂના નેતા પાસે પોતાના પછી દીપ પ્રાગટ્ય કરાવ્યું, રૂપાણીને CMની બાજુમાં પણ સ્થાન નહીં.....
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર નહોતા રહ્યા. જો કે રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્રસિંહ કોલેજના કાર્યક્રમમાં રૂપાણી હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું. રૂપાણીની સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા.
આ રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સુશાસન દિવસની પૂર્ણાહુતિનો કાર્યક્રમ તથા વિવિધ વિભાગના લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના સ્ટેજ પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન અપાયું હતું પણ ભૂપેન્દ્ર પટેલની બાજુમાં ભૂતપૂર્વ નાણાં મંત્રી વજુભાઈ વાળા અને બીજી બાજુ જીતુભાઈ વાઘાણી બેઠા હતા. રૂપાણી વજુભાઈ વાળા પછી બેઠા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો ત્યારે પણ તેમણે વજુભાઈ વાળાને આગળ કર્યા હતા. પટેલે દીપ પ્રાગટ્ય કર્યું પછી વાળાએ મીણબત્તીથી દીપ પ્રાગટ્ય કર્યું હતું.