Rajkot Gamezone fire Live Upates: રાજકોટ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે સુઓમોટો કરતા સરકાર મુકાઈ ભીંસમાં

ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું.

gujarati.abplive.com Last Updated: 26 May 2024 02:53 PM
રાજકોટ-પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું મોટું  નિવેદન

TRP ગેમ ઝોનને પોલીસ કમિશનરે આપી મંજૂરી. ટિકીટ બુકિંગ માટે મંજુરી આપવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૩માં મંજૂરી આપવામાં આવી હતી તે પૂર્ણ થયા બાદ ૩૧-૧૨-૨૦૨૪ સુધી રિન્યૂ કરવામાં આવી છે. દરેક વિભાગની મંજૂરીના કાગળો સાથે મંજૂરી અપાઇ હતી. ફાયર NOC માટે ફાયરના સાધનોના બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને NOC માટે પ્રક્રિયા ચાલુ હોવાનો દાવો કર્યો હતો.

રાજકોટ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે સુઓમોટો કરતા સરકાર મુકાઈ ભીંસમાં

રાજકોટ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે સુઓમોટો કરતા સરકાર મુકાઈ ભીંસમાં.


આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક.


ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં રહેશે હાજર.


પોલીસ વડા અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ રહેશે હાજર.


હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવા તમામ મ્યુનિસિપલ કમિશ્નર પાસેથી મંગાવ્યો રિપોર્ટ.


આ બનાવને લાગતાં વળગતા તમામ વિભાગના વડાઓને બેઠકમાં હાજર રહેવા સૂચના.


રાજ્યના મુખ્ય સચિવ સતિતના જવાબદાર અધિકારીઓ રહેશે હાજર.

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ના પીડિતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ના પીડિતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. નરેન્દ્રભાઈ પરમારે ઝુલતા પુલ દુર્ઘટનામાં પોતાની દીકરી ગુમાવી હતી. ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા ની હરણી નદી દુર્ઘટના અને રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડ માં નિર્દોષ બાળકો ભોગ બન્યા. આરોપીઓ સામે કોઈ કડક કાર્યવહી થતી નથી તેઓ જામીન પર છૂટી જાય છે તેવો અમારો 2 વર્ષનો અનુભવ છે. આરોપીઓ ને સજા કરવાના બદલે કેવીરીતે બચાવી શકાય તેના પ્રયત્નો વધુ થાય છે. એવા કોઈ જ કાયદાઓ જ નથી કે આવી દુર્ઘટના ના આરોપીઓ ને ઝડપી સજા થાય અને કાયદા બનાવવા ની માનસિકતા પણ નથી એટલે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. પ્રભુ પાસે પ્રાર્થના કે એમના માતા પિતા ને આ ઘા સહન કરવાની શક્તિ આપે. ભ્રષ્ટ તંત્ર પાસે પણ એવી અપેક્ષા કે એમને પણ ઈશ્વર સદબુદ્ધિ આપે અને આમાં આકરા પગલાંઓ લઈને જવાબદારો ને કડક સજા મળે તે માટે પ્રયત્નો કરે.

રાજકોટ ગેમ્સ ઝોનના માલિકો મોતનું ફોર્મ ભરાવતા

રાજકોટ ગેમ્સ ઝોનના માલિકો મોતનું ફોર્મ ભરાવતા.


જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. 


આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો કોઈને ઇજાઓ કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં. 


તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સની રહેશે નહીં.


પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા.

રાજકોટની ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન કરાવ્યા બંધ

રાજકોટની ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન કરાવ્યા બંધ. ગોધરા મામલતદાર ,ગોધરા શહેર પોલીસ અને ફાયર વિભાગ ની સંયુક્ત ટીમે ગોધરા શહેરમાં આવેલા ગેમ ઝોન અને મોટી સંખ્યામાં પબ્લિક ગેધરરીંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ ડોમમાં ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા dmart માં વહીવટી તંત્રની ટીમ દ્વારા કરાઈ તપાસ. ડોમમાં ચાલતું ગેમ ઝોન કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવતા કરાવાયું બંધ. Dmart માં તપાસ દરમિયાન ડી માર્ટમાં આવેલા તમામ એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું. દાહોદ રોડ ઉપર આવેલા અન્ય એક ગેમ ઝોન માં તપાસ હાથ ધરાઈ જ્યાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ સામે આવ્યો. તમામ ગેમઝોનને અન્ય સુચના ન મળે ત્યાં સુધી કરાવ્યા બંધ.

રાજકોટની ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન કરાવ્યા બંધ

રાજકોટની ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન કરાવ્યા બંધ. ગોધરા મામલતદાર ,ગોધરા શહેર પોલીસ અને ફાયર વિભાગ ની સંયુક્ત ટીમે ગોધરા શહેરમાં આવેલા ગેમ ઝોન અને મોટી સંખ્યામાં પબ્લિક ગેધરરીંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ ડોમમાં ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા dmart માં વહીવટી તંત્રની ટીમ દ્વારા કરાઈ તપાસ. ડોમમાં ચાલતું ગેમ ઝોન કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવતા કરાવાયું બંધ. Dmart માં તપાસ દરમિયાન ડી માર્ટમાં આવેલા તમામ એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું. દાહોદ રોડ ઉપર આવેલા અન્ય એક ગેમ ઝોન માં તપાસ હાથ ધરાઈ જ્યાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ સામે આવ્યો. તમામ ગેમઝોનને અન્ય સુચના ન મળે ત્યાં સુધી કરાવ્યા બંધ.

રાજકોટમાં બનેલી આગની ઘટના ભાવનગરમાં પણ સર્જાઈ તેવી શકયતા

રાજકોટમાં બનેલી આગની ઘટના ભાવનગરમાં પણ સર્જાઈ તેવી શકયતા. ભાવનગરના બાડા વિસ્તાર માં આવેલા 2 ગેમ ઝોનમાં ફાયર સેફટીનાં સાધનોનો અભાવ. ભાવનગર નજીક વરતેજ ખાતે આવેલા 2 ગેમ ઝોનમાં ફાયર સેફટીનો અભાવ. બાડાનાં ઇન્ચાર્જ અધિકારી દ્વારા ગત રાત્રીના જ બંને ગેમઝોન બંધ કરાવ્યા. મનપાનાં ચીફ ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં બનેલી ટિમ દ્વારા ફાયર સેફટીનાં અભાવવાળા ગેમ ઝોનનું હાથ ધરવામાં આવશે ચેકીંગ. ચેકીંગ બાદ ફાયર સેફટીનાંં અભાવ વાળા બંને ગેમ ઝોનને સીલ મારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા 

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મોટા ખુલાસા. abp અસ્મિતાએ કર્યા બે મોટા ખુલાસા. રહેણાંક પ્લોટ પર તૈયાર કરવામાં આવ્યો હતો મોતનો ગેમઝોન. બે રહેણાંક પ્લોટમાં થતી હતી કોમર્શિયલ પ્રવૃતિ. કોની મંજૂરીથી રહેણાંક પ્લોટ પર થતી હતી કોમર્શિયલ એક્ટિવિટી. ગેમઝોનનું નિર્માણ ટેમ્પરરી સ્ટ્રક્ચર ગણાવી ચાલતો હતો ગોરખધંધો. વર્ષ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો ગેમઝોન. ટેમ્પરરી નિર્માણના નામે છટકબારી શોધવાનો કરાયો હતો પ્રયાસ. ડિસ.2023માં પોલીસ પાસેથી એક મહિના માટે લેવાઈ હતી ટેમ્પરરી મંજૂરી. જાન્યુ.,2024માં ટેમ્પરરી મંજૂરીને કરાઈ હતી રિન્યુ. મંજૂરી સમયે  મનપામાં નહોતી કરાઈ કોઈ અરજી. મંજૂરી સમયે મનપાનો નહોતો લેવાયો અભિપ્રાય. સાંજ સુધીમાં abp અસ્મિતા કરશે અનેક ખુલાસા. abp અસ્મિતાની ટીમ કરશે પુરી તપાસ. અગ્નિકાંડના કારણોની સાથે ગેરકાયદે ગેમઝોન મુદ્દે કરશે તપાસ. ગેમઝોન ગેરકાયદે ચાલતો હતો તેના પૂરાવા abp અસ્મિતા પાસે. અગ્નિકાંડના જવાબદારોને ખુલા પાડવાનું abp અસ્મિતાનું અભિયાન .આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી થાય એ જ abp અસ્મિતાનું અભિયાન.

રાજ્યમાં ચાલતા ગેમિંગ ઝોનની આ બાબતો અંગે ચકાસણી થશે

રાજ્યના તમામ ગેમિંગ ઝોનની ચકાસણી કરી 28મી તારીખ સુધીમાં ગૃહ વિભાગને રિપોર્ટ મોકલાનો રહેશે.


આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી જયાં જયાં ગેમીંગ ઝોન સંચાલન કરવામાં આવતુ હોય તે સંબંધમાં નીચે દર્શાવેલ બાબતો અંગે તાત્કાલિક ધોરણે ચકાસણી કરવી આવશ્યક બની રહે છે.


૧. ગેમીંગ ઝોનની મંજુરી આપવામાં આવેલ છે કે કેમ,


૨. ગેમીંગ ઝોનની મંજુરી આપતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાને લેવામાં આવે છે,


૩. ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજુરી મેળવવામાં છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ


૪. આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ છે કે કેમ,


૫. ગેમીંગ ઝોનમાં ફાયર સેફટી તેમજ આસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શુ વ્યવસ્થા ઉપલબ્ધ છે,


૬. ગેમીંગ ઝોનમાં ઈમરજન્સી એક્ઝીટ માટેની વ્યવસ્થા,


૭. સંબંધિત ઓથોરીટી દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે કેમ.


ઉપરોકત મુદ્દાઓ સંબંધમાં જરૂરી ચકાસણી કરીને જરૂરી સુરક્ષા અંગેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી તેમજ તાત્કાલિક ધોરણે રીવ્યુ કરવા જણાવવામાં આવે છે. રીવ્યુ દરમિયાન જો કોઇ પણ ક્ષતિ જણાય તો આ પ્રકારના ગેમીંગ ઝોન તાત્કાલિક ધોરણે બંધ કરાવવા બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરવી. 

ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ વ્યક્ત કર્યુ દુઃખ

ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે વજુભાઈ વાળાએ વ્યક્ત કર્યુ દુઃખ.


ગઈકાલનો દિવસ ખુબજ દુઃખદ અને કલંકિતઃ વજુભાઈ


વજુભાઈ વાળાએ રાજકોટ મનપાને ઠેરવ્યુ જવાબદાર .


રાજકોટ મનપાની નિષ્કાળજીઃ વજુભાઈ વાળા


ખુલા પ્લોટનો ઉપયોગ કરવો મનપાની મંજૂરીને પાત્રઃ વજુભાઈ


રાજકોટમાં હજુ પણ અનેક આવા સ્ટ્રક્ચરઃ વજુભાઈ


રાજકોટ મનપાએ આવા સ્ટ્રક્ચર બંધ કરવા જોઈએઃ વજુભાઈ


સ્ટ્રક્ચર કેવા પ્રકારનું છે તેની પણ મનપાની મંજૂરી હોવી જોઈએઃ વજુભાઈ


રાજકોટ મનપાએ ભુલ સ્વીકારવી જોઈએઃ વજુભાઈ 


રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરાવવાની જવાબદારી મનપાની.


 

રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે fir દાખલ.

રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે fir દાખલ.
 
યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાંનોંધાયો ગુનો.


 ipc ની ધારા 304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ.


 ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની કરી અટકાયત.


 તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.

રાજકોટ ટીઆરપી ઝોનમાં આ 27 લોકો થયા લાપતા, જુઓ યાદી

રાજકોટ ટીઆરપી ઝોનમાં આ 27 લોકો થયા લાપતા, જુઓ યાદી



  1. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)

  2. પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ (ગોંડલ)

  3. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.44)

  4. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)

  5. દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)

  6. સુનિલભાઈ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ.45)

  7. ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)

  8. અક્ષત કિશોરભાઈ ઘોલરીયા (ઉ.વ.24)

  9. ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)

  10. હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)

  11. વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)

  12. કલ્પેશભાઈ બગડા

  13. સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા

  14. નિરવ રસિકભાઈ વેકરીયા (ઉ.વ. 20)

  15. સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)

  16. શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)

  17. જયંત ગોટેચા

  18. સુરપાલસિંહ જાડેજા

  19. નમનજીતસિંહ જાડેજા

  20. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.વ.25)

  21. ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ.35)

  22. વિરેન્દ્રસિંહ

  23. કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ.18)

  24. રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ.12)

  25. રમેશ કુમાર નસ્તારામ

  26. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા

  27. મોનુ કેશવ ગૌર (ઉ.વ. 17)

રાજકોટમાં લાગેલી આગ બાદ AMC દ્વારા 5 સભ્યોની ત્રણ ટિમ બનાવવામાં આવી

રાજકોટમાં લાગેલી આગ બાદ AMC દ્વારા 5 સભ્યોની ત્રણ ટિમ બનાવવામાં આવી. ડેપ્યુટી સીટી ઈજનેર,ફાયર અધિકારી,પોલીસ અધિકારી અને ટોરેનટના અધિકારીઓ ચકાસણી કરશે. અમદાવાદ ના ગેમઝોન ખાતે તપાસ કરવા પોહચી AMCની ટીમ. સિંધુ ભવન રોડ પર આવેલ શોટ ગેમઝોન ખાતે ટીમ તપાસ માટે પહોંચી. ગેમઝોન માટે જરૂરી મંજૂરી સહિત સ્ત્રકચર ની ટીમ કરી રહી છે તપાસ.

રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી.


રાજ્ય સરકારે આ દુર્ઘટનાને ગંભીરતાથી લીધી છેઃ બાવળિયા 


ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે મુજબની કાર્યવાહી થશે: બાવળિયા 


દુર્ઘટના પાછળ જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ હશે તેની સામે કાર્યવાહી થશે: બાવળિયા 


જીનાવતપૂર્વકની તપાસ કરવા માટે સરકારે આદેશ આપ્યા છેઃ બાવળિયા

અગ્નિકાંડ દુર્ઘટનામાં SITની રચના 

અગ્નિકાંડ દુર્ઘટનામાં SITની રચના. સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના. ટેક્નિકલ શિક્ષણ કમિશનર સહિતના પાંચ સભ્યોની રચના. FSLના ડાયરેક્ટર સહિતના પાંચ સભ્યોની કમિટીની રચના. 72 કલાકમાં તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપવા આદેશ. 10 દિવસમાં ફાઈનલ રિપોર્ટ સરકારને સોંપવા SITને આદેશ.

રાજકોટમાં લાગેલી આગ બાદ AMC દ્વારા 5 સભ્યોની ત્રણ ટિમ બનાવવામાં આવી

રાજકોટમાં લાગેલી આગ બાદ AMC દ્વારા 5 સભ્યોની ત્રણ ટિમ બનાવવામાં આવી.


ડેપ્યુટી સીટી ઈજનેર,ફાયર અધિકારી,પોલીસ અધિકારી અને ટોરેનટના અધિકારીઓ ચકાસણી કરશે.


NOC નહિ હોય અથવા કોઈ પણ ક્ષતિ હશે તો તાત્કાલિક સીલ કરાશે ગેમઝોન.


ગેમઝોનમાં પ્રવેશ સંખ્યા અને પ્રવેશ દ્વાર સાથેના તમામ મુદ્દાઓ નો રિપોર્ટ તૈયાર કરાશે.


તમામ ગેમઝોન શહેરમાં આવેલા છે તેના રિપોર્ટ ન આવ્યા સુધી બંધ રહશે ગેમઝોન.

રાજકોટ દુર્ઘટનામાં 27 લોકોના dna સેમ્પલ લેવાયા

રાજકોટ દુર્ઘટનામાં 27 લોકોના dna સેમ્પલ લેવાયા. રાજકોટ Aims ડાયરેકટર  CDH કટોચનું નિવેદન. 48 કલાકમાં DNA સેમ્પલ ના રીપોર્ટ આવશે. મુખ્યમંત્રીએ એ વહેલી તકે કામગીરી થયા તેવી સૂચના પણ આપી.

પોલીસે પત્રકરોને એડી. કલેકટરને પ્રશ્ન પૂછતાં રોક્યા

પત્રકારોએ સિવિલ હોસ્પિટલ ખાતે અધિક કલેકટરને ચેતન ગાંધીને મૃતદેહ અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો હતો. એડી. કલેકટર મૃતદેહ અંગે કે સારવાર વિશે કઈ પણ જવાબ આપવાનો બદલે ચાલતી પકડી. પોલીસે પત્રકરોને એડી. કલેકટરને પ્રશ્ન પૂછતાં પણ રોક્યા. પીએમ રૂમ પાસે અધિકારીઓ અને પોલીસનો કાફલો. પત્રકારો તેમજ મૃતકોના સંબંધીઓ પીએમ રૂમથી દૂર.

ગેમ્સ ઝોનમાંથી પતરું તોડીને બહાર નીકળેલા દક્ષ કુંજળિયાએ સમગ્ર બાબતે વાતચીત

કઈ રીતે ઘટના બની, કઈ રીતે બહાર નીકળ્યા, કેટલા લોકો ફસાયા ગેમ ઝોન માં કેટલા લોકો હતા, પોતે કઈ રીતે બહાર નીકળ્યો, પોતાની સાથે કેટલા બાળકો બહાર નીકળી શક્યા, ગેમ્સ નો સ્ટાફ દ્વારા શું કામગીરી કરવામાં આવી. આ તમામ બાબતે દક્ષ કુંજડીયાએ વાતચીત કરી હતી. દક્ષ કુંજડીયા એ કહ્યું ત્યાં નીચે રીનોવેશનનું કામ ચાલુ હતું. દક્ષ કુંજળીયા એ કહ્યું અમે 15 લોકો પતરું તોડીને બહાર નીકળ્યા હતા. એક્ઝિટ ગેઇટ પાસે ભારે ધુમાડો હોવાના કારણે લોકો બહાર ન નીકળી શક્યા ત્યારે અમે પતરું તોડ્યું હતું.

ગીરીરાજ હોસ્પિટલમાં ઘાયલ જીગનાબા જાડેજા સાથે મુખ્યમંત્રીએ વાત કરી

ગીરીરાજ હોસ્પિટલમાં ઘાયલ જીગનાબા જાડેજા સાથે મુખ્યમંત્રીએ વાત કરી. મુખ્યમંત્રીએ ઘાયલ જીગનાબા અને સાંત્વના આપી. કઈ રીતે સમગ્ર ઘટના બની હતી તે બાબતે એબીપી અસ્મિતા એ જીગ્નાબાના દીકરી સાથે વાત કરી. જીજ્ઞાબા ના દીકરી એ સમગ્ર ઘટના વિશે વાત કરી. જીજ્ઞા બાના પરિવારમાં પતિ સહિત પાંચ લોકોનાં લાપતા.


1.વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા - ઉંમર વર્ષ 42
2. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા - ઉંમર વર્ષ 15
3. દેવાશીબા હિતેન્દ્રસિંહ જાડેજા - ઉંમર વર્ષ 10
4. ઓમદેવસિંહ ગોહિલ 
5. વિરેન્દ્રસિંહનાં સાઢુંભાઈનાં દીકરા.

48 કલાક બાદ ડીએનએ રિપોર્ટ આવશે

રાજકોટ થી સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. 48 કલાક બાદ રિપોર્ટ આવશે. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢ થી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશ થી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા.

બ્રેકગ્રાઉન્ડ

Rajkot Gamezone fire Live Upates: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.  આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.


ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે ૨૮ જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.


રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.


રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત


આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.


TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું.  અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.