Heart attack: રાજકોટઃ રાજકોટ જિલ્લાના જેતપુરમાં જન્માષ્ટમીના મેળામાં કરુણ ઘટના હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુરમાં જન્માષ્ટમીના મેળામાં હાર્ટ અટેકના કારણે 20 વર્ષીય યુવતી મોત થયું હતું. યુવતી ચકડોળમાં મજા માણતી હતી એ દરમિયાન હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હતુ. જૂનાગઢના ભેસાણ તાલુકાની 20 વર્ષીય યુવતીની જેતપુરના યુવક સાથે થોડા દિવસ અગાઉ સગાઈ થઈ હતી. જેથી યુવતી જન્માષ્ટમીની ઉજવણી કરવા સાસરિયા જેતપુરમાં આવી હતી. દરમિયાન મેળાની મોજ માણતા સમયે ચકડોળમાં હાર્ટ અટેક આવતા યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નિપજ્યુ હતું.
જૂનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાના ગળથ બરવાળા ગામના અંજનાબેન ભૂપતભાઈ ગોંડલીયાની થોડા દિવસ અગાઉ સગાઇ હતી. યુવતી સાસરીયા જન્માષ્ટમીનો મેળો માણવા આવી હતી. યુવતીના મોતને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો હતો.
રાજકોટની અન્ય એક ઘટનામાં 25 વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોતને ભેટ્યો હતો. રાજકોટ શહેરના જુના માર્કેટિંગ નજીક આવેલ વીર હનુમાન ચોક નજીક જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન 25 વર્ષીય જતીન સરવૈયા અચાનક ઢળી પડતા તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત નીપજ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ હાર્ટ અટેકના કારણે 26 વર્ષીય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ મેઘનાથીને હાર્ટ અટેક આવતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હાલ હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, ડૉક્ટર દર્દીને પહેલો પ્રશ્ન પણ પૂછે છે કે, હાર્ટ એટેક પહેલા તમને કયા લક્ષણો દેખાયા હતા? અથવા તમને શું લાગ્યું. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, મહિલાઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો એકબીજાથી તદ્દન અલગ હોય છે. એટલા માટે તેના લક્ષણો જોઈને ક્યારેય મૂંઝવણમાં ન આવવું. આજે આપણે વાત કરીશું કે પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો શું છે.
પુરુષો અને સ્ત્રીઓના હૃદયની રચના એકબીજાથી અલગ હોય છે.
સ્ત્રીઓના ફેફસાં, મગજ અને સ્નાયુઓમાંથી દરેક નાની-નાની વસ્તુઓનું બંધારણ પુરુષો કરતાં અલગ હોય છે. અથવા આપણે એમ કહી શકીએ કે સ્ત્રીઓ અને પુરુષોની શારીરિક રચના એકબીજાથી અલગ છે. તો સ્વાભાવિક છે કે હૃદયની રચના અને તેની કામ કરવાની રીતમાં થોડો ફરક હશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, મહિલાનું હૃદય નાનું હોય છે અને લોહીની નળીઓ સાંકડી હોય છે. તો પુરુષોનું હૃદય મોટું અને મોટી રક્તવાહિનીઓ હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં હૃદય રોગ અલગ રીતે થઈ શકે છે