Rajkot: વિધાનસભાની ચૂંટણી બાદ પણ ગોંડલ વિસ્તારમાં બાહુબલીઓની લડાઈ લોહિયાળ બને તો નવાઈ નહી . ગોંડલ તાલુકાના રીબડા ગામમાં જયરાજસિંહ જાડેજાએ બે દિવસ પહેલાં સમેલન કરતા ફરી વિવાદ થયો છે. જયરાજસિંહ જાડેજાના સાથીને અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ માર માર્યાની ચર્ચા થઈ રહી છે. જે બાદ રીબડા ગામે ચુસ્ત પોલીસ બંદબસ્ત ગોઠવાયો છે.


રીબડા ગામે રહેત અમિત ખુંટ નામના યુવકે એવો આક્ષેપ કર્યો કે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદિપસિંહ સહિતનાએ તેના લમણે બંદૂક રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત બંદૂકની નાળ ત્રણથી ચાર વખત છાતીના ભાગે મારી ધમકી આપવામાં આવી હતી. ઘટનાના પગલે રીબડા, સડક પીપળીયા અને ગુંદાસરા ઉપરાંત આજુબાજુના ગ્રામજનોનું ટોળું રજૂઆત કરવા જયરાજસિંહના ઘરે દોડી ગયું હતુ. જેથી તેઓ પણ રીબડા દોડી આવ્યા હતા.


આ ઉપરાંત ડીવાયએસપી, ક્રાઈમ બ્રાંચ, એસઓજીના ધાડા ઉતારી દેવાયા હતા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અગ્રણી અનિરુદ્ધ સિંહ જાડેજાએ કરી સામ સામે પ્રેસ કોફરન્સ કરી હતી. જયરાજસિંહ જાડેજા રીબડા ગામના યુવાનોને સાથે રાખી ગોંડલમાં કરી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અનિરુદ્ધસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ કર્યા હતા, તો અનિરુદ્ધ સિંહ જાડેજાએ જયરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું મને અને મારા પરિવારને જયરાજસિંહ જાડેજા સતાના જોરે ફસાવીને જેલમાં મોકલવા માગે છે. જો કોઈ ઘટના બની હોય તો પોલીસ કાર્યવાહી કરી શકે છે.


અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળતા ખળભળાટ


અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, ભુલાભાઈ પાર્ક પાસે હોસ્પિટલમાંથી સૌથી પહેલા 30 વર્ષીય પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી આવી હતી. ત્યાર બાદ બેડ નીચેથી માતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગઇ હતી.


તપાસમા જાણવા મળ્યું છે કે માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. દીકરીની લાશ મળ્યા બાદ તેમની સાથે માતા ક્યાં ગયા તેની પોલીસે તપાસ કરતા માતાની પણ લાશ હોસ્પિટલમાંથી મળી આવી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતી વાળા અને તેમની માતા ચંપા બેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પોલીસે હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવકની અટકાયત કરી છે. કેમ કે આ વ્યક્તિ મૃતકનો પરિચીત હતો.  પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા ભારતી વાળાને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


કાગડપીઠ પોલીસે દીકરી અને માતાની હત્યાની આશંકાના પગલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીની લગ્ન છ વર્ષ અગાઉ થયા હતા. યુવતી તેના પિયરમાં રહેતી હતી. યુવતી કાનની સારવાર માટે આવતી હતી. પોલીસે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી રહેલા અને યુવતીના પરિચિત મનસુખ નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.