રાજકોટમાં સીંગતેલના ભાવમાં ફરી 20 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં સીંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ 1780થી 1800 જેટલો અને કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા જેટલો થયો છે. નોંધનીય છે કે છેલ્લા 10 દિવસમાં સિંગતેલમાં પ્રતિ ડબ્બાએ 40 રૂપિયા જેવો વધારો નોંધાયો છે.