રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉપરવાસામાં ભારે વરસાદને પગલે સાતવડી નદી બે કાંઠે વહી રહી છે, જેને કાણે ઉપલેટા તાલુકાનું સાતવડી ગામ રાતના 12 વાગ્યાથી સંપર્ક વિહોણું બન્યું છે. નદી બે કાંઠે વહેવા લાગતા ગામમાં જવા માટેનું મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે.


આ અંગે જિલ્લાના અધિકારીઓ અજાણ છે. જેને કારણે ગામ લોકો ભગવાન ભરોસે મુકાયા છે. પુલ બનાવવા માટે ગામના લોકો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. એબીપી અસ્મિતાએ પણ એક વર્ષ પહેલા ગામની મુલાકાત લીધી હતી. વરસાદ પછી બેઠો પુલ બંધ જાય છે, જેને કારણે ઓવરબ્રિજ બનાવવાની વર્ષો જૂની માંગણી છે.