રાજકોટ: ગોંડલ પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. પોસ્ટ ઓફિસ પાસે અજણ્યા વાહને એક્ટિવા ચાલક મહિલાને હડફેટે લીધી હતી. એક્ટિવા ચાલક મહિલા અને તેમની પુત્રી દૂધ લેવા માટે જતા હતા. એક્ટિવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત અને બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 


ધ્યાની પીયુષભાઈ ડોબરીયા ઉ.વ. આશરે 2 વર્ષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અજણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. 


 


Accident News: બિહારના લખીસરાયમાં મંગળવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં છ લોકોના ઘટના સ્થળે જે મોત થયા છે. ટ્રક અને સુમોની ટક્કર બાદ અફડાતફડી મચી હતી. આ ઘટના લખીસરાય જિલ્લાના સિકંદરા શેખપુરા એનએચ-333 પર હલસી પોલીસ સ્ટેસનના પિંપરા ગામ નજીક બની હતી. મૃતકોમાં સામેલ તમામ લોકો સુમોમાં સવાર હતા. દુર્ઘટના બાદ મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ તેની સૂચના હલસી પોલીસને કરી હતી.


આ ભીષણ દુર્ઘટના બાદ ચાર શબ સડક પર જ પડ્યા હતા., જ્યારે બે લોકોના શબ સૂમોમાં ફસાઈ ગયા હતા. મૃતકો જમુઈ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો પટના આવી રહ્યા હતા ત્યારે સિકંદરા શેખપુરા એનએચ-333 પર આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ છે. ટ્રક એલપીજી સિલિન્ડર લઈને જતો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.


હાલ તમામ મૃતકોની ઓળખ કરરવામાં આવી રહી છે. આ લોકો એક જ પરિવારના હતા કે અલગ-અલગ તે માહિતી મેળવવામાં આવી રહી છે. સુમો અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે સુમોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.