રાજકોટઃ દેશભરમાં 22 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. તેને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાખડીને લઈ જ્વેલર્સ પણ મેદાનમાં આવ્યા છે. ગુજરાતના રાજકોટમાં જ્વેલર્સે સોના-ચાંદીની રાખડી લોન્ચ કરી છે.


જ્વેલર સિદ્ધાર્થ સહોલિયાએ જણાવ્યું કે, અમે ચાંદીમાં 50થી વધારે ડિઝાઇન અને સોનામાં 15 ડિઝાઇન રજૂ કરી છે. સોનાની રાખડીનું વજન 1 ગ્રામથી 1.5 ગ્રામ વચ્ચે હોય છે. ચાંદીની રાખડીની કિંમત 150 થી 550 રૂપિયા છે. આ વખતે સોના, ચાંદીથી બનેલી રાખડીના વેચાણની સારી અપેક્ષા છે.


બજારમાં હાલ બાળકો માટે પણ અનેક પ્રકારની રખડીઓ મળી રહી છે. બાળકો માટે સામાન્ય રીતે છોટા ભીમ, એંગ્રી બર્ડ, ડોરેમાન, લાઈટવાળી રાખડીઓ મળતી હતી પરંતુ આ વખતે રાખડીના દેખાવમાં કારીગરો દ્વારા બદલાવ કરવામાં આવ્યો છે.




રાખડી પર પકવાન પણ જોવા મળશે


આ વખતે રાખડીઓ પર અલગ અલગ પ્રકારના પકવાન પણ જોવા મળશે. ફાસ્ટ ફૂડ બાળકોને ખૂબ પસંદ હોય છે તેથી તેમને આકર્ષવા રાખડી નિર્માતાઓ દ્વારા  આવી રાખડી લોન્ચ કરવામાં આવી છે. આ વખતે રૂદ્રાશથી બનેલી કસ્ટમાઇઝ બ્રેસલેટ પેટર્ન રાખડી પણ ડિમાંડમાં છે. બાળકો માટે કાર્ટુન કેરેકટર વાળી રાખડીનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત ભાઈ-ભાભી તથા બેબીના કોમ્બો પેક રાખડીની પણ માંગ વધી છે.


રક્ષાબંધન પર આ વસ્તુઓ ન આપવી ભેટ


રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પ્રેમથી બહેનને ગિફ્ટ આપે છે. માન્યતા એવી પણ છે કે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ. જેનાથી સંબંધો નબળા પડે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈને પણ ગિફ્ટમાં ધારદાર અને અણિદાર વસ્તુઓ આપવી અશુભ મનાઈ છે. એટલા માટે રક્ષાબંધન પર આવી વસ્તુઓ જેમ કે ચાકૂનો સેટ, મિક્સર, મિરર અથવા ફોટોફ્રેમ ગિફ્ટમાં ન આપવી. રૂમાલ અને ફોટોફ્રેમ પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ. જેનાથી તમને ધન સંબંધી નુકસાન થઈ શકે છે સાથે સંબંધોમાં પણ મુશ્કેલી આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે જૂતાં-ચપ્પલને ગિફ્ટમાં આપવાનો ટ્રેન્ડ ચાલી હ્યો છે. પરંતુ તે યોગ્ય નથી.


કઈ વસ્તુઓ ભેટ આપવી જોઈએ


રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવા માટે શુભ વસ્તુઓની વાત કરીએ તો તેમાં વસ્ત્રો, ઘરેણાં, પુસ્તકો, મ્યૂઝિક સિસ્ટમ અથવા સોના-ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ગિફ્ટ આપવાથી ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવા માટે વસ્ત્ર ખુબ સારો વિકલ્પ છે. આ દિવસે બ્લેક અથવા વાદળી રંગના કપડા છોડીને કોઈ પણ કલરના વસ્ત્રો ગિફ્ટમાં આપી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. સ્ત્રિયોમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને ખુશી આપવાથી તેઓ પ્રસન્ન થાય છે. જ્યોતિષમાં બુધને બહેનોનો કારક માનવામાં આવ્યો છે. તમે બુધ સાથે સંબંધિત વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો. જેમાં શિક્ષણની સામગ્રી, મોબાઈલ, લેપટોપ અથવા કોઈ બોન્ડ ગિફ્ટ તરીકે બહેનને આપી શકો છો.