રાજકોટના કાગદડીના મહંત આત્મહત્યા કેસમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે મહંત આત્મહત્યા કેસમાં હવે નવો ખુલાસો થયો છે.  ઝેરી દવા પીને આત્મહત્યા કરનારા મહંતનું હાર્ટ-એટેકથી મૃત્યુ થયાનું સર્ટિફિકેટ બનાવનારા તબીબ અને વકીલની પણ સંડોવણી સામે આવી છે. રાજકોટ પોલીસે આજે પત્રકાર પરિષદ કરી ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 


આ મામલે તપાસ કરી રહેલા રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું છે કે, આપઘાત કેસમાં હાર્ટ એટેકનું સર્ટિફિકેટ બનાવનાર દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાની પણ સંડોવણી ખુલી છે. આપત્તિજનક વીડિયોમાં દેખાતી યુવતીએ નિવેદન આપ્યું છે કે, બાપુથી હેરાન હતી. વીડિયોમાં બાપુ સાથે મારા શારીરિક સંબંધ નથી. આ અંગે ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, બાપુએ સલ્ફોસ નામની ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું છે. મોબાઈલમાથી સલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટાથી ઝેરી ટીકડાના પુરાવા પણ મળ્યા છે. 




આત્હત્યા કેસમાં ખોટુ સર્ટિફિકેટ બનાવનારા દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલા સામે પોલીસે ગુનો નોંધ્યો છે.  મંદિરના મહંતે સલ્ફોસ નામની ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું છે. મોબાઈલમાથી સલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટાથી ઝેરી ટીકડાના પુરાવા પણ મળ્યા છે. સુસાઇડ નોટનો ફોટો રક્ષિત કલોલાએ મોકલ્યા હતાં.  ડોક્ટર નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાએ મહંતનું  મોત ઝેરી દવાનાં કારણે નહી પરંતુ કુદરતી રીતે એટેક આવવાનાં કારણે થયું હોવાનું જોઇ જાણીને ગુનાહિત કાવત્રુ રચી અને પુરાવાનો નાશ કર્યો. હાલ પોલીસે બંને આરોપીઓને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આશ્રમના મહંત જયરામદાસબાપુને બ્લેક મેઇલીંગ કરવામાં આવતા કંટાળીને કરેલા ઝેરી દવા પી આપઘાતની સાથે અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે મૃતક મહંત જયરામદાસબાપુને 1008ની પદવી કંઇ રીતે મળી તે અંગે તપાસ થાય તો કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. આશ્રમમાં કંઇ રીતે મિલકત આવતી અને તેનો ઉપયોગ શું થતો તે અંગે પણ તપાસ થવી જરૂરી બન્યું છે.


મોરબી રોડ પર આવેલા કાગદડીના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ ગત તા.31મીએ ઝેરી દવા પી કરેલા આપઘાત અંગે અખીલ ભારતીય સંત સમિતિ દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરી ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માગ કરી છે.