રાજકોટઃ રાજકોટ કાગદડી ગામના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંતના આપઘાત મામલે આજે  ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહંત જયરામદાસ બાપુના આપઘાત અંગે મોટા ખુલાસા કર્યા હતા. ત્રણ શખ્સો વિરુદ્ધ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મહિલા સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી માર મારતા હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. રાજકોટ પોલીસે સૂસાઇડ નોટ કબજે કરી છે.


રાજકોટ - ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, ગત 31મી બાપુએ તારીખે ગૌ શાળાની દવા પી લીધી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મરણ ગયા હોવાનું જોયું હતું. 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. મહિલા સાથેનો વિડીયો બતાવીને આરોપી બ્લેક મેઇલિંગ કરતા હતા. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગે જાણ કરી નહોતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપતીજનક વિડીયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. સૂસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે, એમ ડીસીપી ઝોન 1 મીણાએ જણાવ્યું હતું. 


સૂસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ સામે આવ્યા છે. વિક્રમ જાદવ,અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના નામ સૂસાઇડ નોટમાં નામ લખ્યા છે. બાપુનું પી.એમ નથી કરાવ્યું. ડિસીપીએ કહ્યું, બાપુનો વિડીયો મહિલા સાથે હતો જેને લઈને આરીપો બ્લેકમેઈલ કરતા હતા. 20 પાનની સ્યુસાઇડ નોટ બાપુએ લખી છે. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. 


નોંધનીય છે કે, રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.