Rajkot News: રાજકોટ શહેરમાં હાહાકાર મચાવનાર સ્ટોન કિલરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સ્ટોન કિલર કેસમાં આરોપી હિતેશ રામાવતને કોર્ટ બે કેસમાં નિર્દોષ છોડ્યો છે.  ચકચારી સ્ટોન કિલર કેસમાં સેશન્સ કોર્ટ ચૂકાદો આપ્યો છે. વર્ષ 2016માં એક વ્યક્તિની હત્યાનો આરોપ લાગ્યો હતો અને અંદાજીત 5 વર્ષ જેટલો સમય સુધી  કેસ ચાલ્યો હતો. પરંતુ યોગ્ય પુરાવા અને શંકાના આધારે નિર્દોષ છોડવામાં આવ્યો છે. જો કે હજુ બે હત્યા કેસના ચુકાદાઓ બાકી હોવાથી આરોપી હિતેશ રમાવાતને જેલમાં મોકલ્યો છે. વર્ષ 2016માં રાજકોટમાં એક બાદ એક સ્ટોન કિલિંગની ઘટનાઓ સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્ટોન કિલરને પકડવા માટે રાજકોટ પોલીસે ખૂબ જ મહેનત કરી હતી.


આરોપી હિતેશ ઉપર એક વર્ષમાં ખૂનના ત્રણ ગુના નોંધાયા હતા. 2016માં સ્ટોન કિલરનો કેસ ખૂબ ચગ્યો હતો. રાજકોટમાં ઉપરાછાપરી સ્ટોન કિલિંગની ઘટના આવતાં લોકોમાં તે સમયે ડરનો માહોલ છવાયો હતો. જોકે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ કોર્ટે અપૂરતા પુરાવાના આધારે તેને નિર્દોષ જાહેર કર્યો છે.


ફરિયાદ પક્ષે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા કે આરોપી પીડિતના મોબાઈલ ફોનનો ઉપયોગ તેનું સિમકાર્ડ નાખીને કરતો હતો. તેણે પીડિતની બેંકને તેના એટીએમ કાર્ડ માટે નવો પાસવર્ડ મેળવવા માટે ફોન કર્યો હતો. ફરિયાદ પક્ષે ફોરેન્સિક રિપોર્ટ સાથે બેંકનું વૉઇસ રેકોર્ડિંગ પણ રજૂ કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસે જામનગરમાં રામાવતના ભાડાના મકાનમાંથી મોટા પથ્થરો પણ મેળવ્યા હતા જ્યાં તે લોકોને પથ્થર મારવાની પ્રેક્ટિસ કરતો હતો. જિલ્લા સરકારના વકીલ સંજય વોરાએ જણાવ્યું હતું કે કોર્ટે રામાવતને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યો છે, પરંતુ ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ વધુ વિગતો જાણી શકીશું. અમે આ આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરીશું.


આ પણ વાંચોઃ 'ભાઈ' બનીને યુવક પહોંચ્યો પ્રેમિકાની સાસરીમાં, રાત્રે પ્રેમિકા સાથે શરીર સુખ માણવા પહોંચી ગયો ને......