રાજકોટ:  રાજકોટ જિલ્લામાં ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા અવાર-નવાર દરોડા પાડીને ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતા લોકોને ઝડપી લેવામાં આવે છે.  રાજકોટ જિલ્લામાં ફરી એક વખત બાયોડિઝલનું ગેરકાયદે વેચાણ થતુ હોવાનું સામે આવ્યું છે.  હવે ફરી એક વખત રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ્વલનશીલ પ્રવાહી જેનુ બાયો ડીઝલ તરીકે વેચાણ કરતા હોય તેવા 2  શખ્સોે રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 


બાયો ડિઝલનું વેચાણ કરતા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા


રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા વાહનોમાં ગેરકાયદેસર રીતે અનઅધિકૃત રીતે બાયો ડીઝલના નામથી જ્વલનશીલ ઈંધણ ભરી વાહનોને તેમજ વાતાવરણને પ્રદુષિત કરે તેવા ઈંધણોનો ઉપયોગ તથા વેચાણ કરતા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે જેતપુર ડીવીઝનના ડીવાયએસપી આર.એ. ડોડીયા તથા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા . આ દરમિયાન બાતમીના આધારે બાયો ડિઝલનું વેચાણ કરતા બે શખ્સોને ઉપલેટામાંથી ઝડપી લેવામાં આવ્યા છે.  




પોલીસની ટીમ દ્વારા ગોડાઉન પણ બંધ  કરવામાં આવ્યું


પોલીસને મળેલી બાતમીના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પાસે આવેલ સાંઢળાના ટીંબાના માર્ગની બાજુમાં આવેલ બંસીધર એન્ટરપ્રાઇઝમાંથી જ્વલશીલ પ્રવાહી રાખી જેનો બાયો ડીઝલ તરીકે વેચાણ કરતા તથા ટ્રકમાં પુરાવતા હાજર મળી આવેલ 2 શખ્સ પાસેથી જ્વલશીલ પેટ્રોલીયમ પ્રવાહી સાથે કુલ.રૂ. 11,47,300 નો મુદામાલ કબજે કરી એફ.એસ.એલ. તપાસણી અર્થે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.  પોલીસની ટીમ દ્વારા ગોડાઉન પણ બંધ  કરવામાં આવ્યું  છે. બંન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસને સોંપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.  


11,47,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો


ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતા આરોપીઓમાં હરેશભાઇ જેસુરભાઇ ચાવડા અને રામભાઇ હમીરભાઇ ભાટુ નો સમાવેશ થાય છે. 7,164 લીટર બાયોડિઝલ સિઝ કરાયું છે. જેની કિંમત રૂ.5,37,300 છે. 1 ઈલેક્ટ્રીક ડ્યુલ પંપ, ભુગર્ભ ટાંકો, ટ્રક, 2 મોબાઈલ મળી રૂ. 11,47,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial