રાજકોટઃ શહેરની 17 વર્ષીય પ્રેમિકાની એકલતાનો લાભ લઈ પ્રેમીએ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે સામે આવી છે. સગીરાને એક વર્ષથી યુવક સાથે પ્રેમસંબંધ હતા. સગીરા સાથે તેના જ ઘરમાં પ્રેમીએ પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે.
ફરિયાદમાં પ્રમાણે, ગત પહેલી માર્ચે સગીરા ઘરે એકલી હતી, ત્યારે પ્રેમી તેના ઘરે આવ્યો હતો અને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જોકે, સગીરાએ ઇનકાર કરતાં યુવકે મારી નાંખવાની અને સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી પરાણે શરીરસુખ માણ્યું હતું. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનો પણ ખુલાસો કરાયો છે.
આવી રીતે સગીરાએ જ્યારે ઘરે એકલી હોય, ત્યારે તેની સાથે પરાણે યુવક સંબંધ બાંધતો હતો. સગીરા સાથે યુવકે 4-5 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.