રાજકોટમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડને લઈ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી. રાજકોટના સોની બજારમાં VP જવેલર્સ સીલ મારવામાં આવ્યું હતું. જ્યારે પારેખ બુલિયનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 1 હજાર 476 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્વેલર્સને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા હાજર ન થતા કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે રાજકોટની સોની બજારમાં આવેલી આસ્થા ટ્રેડિંગ નામની પેઢીમાંથી 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. આસ્થા ટ્રેડિંગ નામની પેઢીની તપાસમાં વી.પી. જ્વેલર્સનું નામ ખુલ્યું હતું. આસ્થા ટ્રેડિંગમાં જીએસટીની તપાસમાં બહાર આવ્યું હતું કે સોની બજારના કુલ 48 વેપારીઓએ ખોટા બિલો થકી નાણાકીય વ્યવહાર કર્યા હતા. દિવાળી બાદ વધુ 40 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. DGGI દ્વારા વી.પી જવેલર્સને ત્યાં નોટિસ ફટકારવામાં આવી હતી. વી.પી જ્વેલર્સ ના અલગ અલગ દસ્તાવેજોની પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામા આવી હતી.
નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ રાજકોટમાં સોની બજારમાં DDGIના દરોડા પડ્યા હતા જેમાં તપાસમાં 1467 કરોડના બૉગસ બિલિંગ કૌભાંડનો ખુલાસો થયો હતો. જે.જે. બૂલિયન પર સર્ચ ઓપરેશનમાં રૂપિયા 1 થી 1.50 કરોડની ITC લેવાનું ખૂલ્યું છે. આસ્થા ટ્રેડિંગ પર દરોડા પડ્યા હતા. આમાં હિતેશ લોઢીયાની ધરપકડ કરી હતી, તેને જ્યૂડિશિયલી કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો. સોનાના ખોટા બિલો ફાડી ૩ ટકા GSTની ચોરી કરવામાં આવી છે. 44 જુદા-જુદા વેપારીઓના બિલો પાસ ઓન કર્યા હતા. રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતુ.
નોંધનીય છે કે ગયા મહિનાના અંતમાં પણ GST વિભાગે રાજકોટમાં મોબાઇલ વિક્રેતાઓ અને મોબાઇલના વેપારીઓ પર દરોડા પાડ઼્યા હતા. GST વિભાગે રાજકોટમાં ત્રણ મોટા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ તમામ વેપારીઓ બિલ વિના મોબાઇલ ફોનનું વેચાણ કરતાં હોવાનું ખુલ્યુ છે. રાજ્યભરમાં મોબાઇલના 79 ધંધાર્થીઓનું 22 કરોડનું બૉગસ બિલિંગ કૌભાંડ સામે હતું. આ અંતર્ગત આજે રાજકોટમાં 2 વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા પડ્યા હતા, આ દરમિયાન તપાસમાં બિલ વગર મોબાઇલનું વેચાણ કરતાં હોવાનું ખુલ્યુ હતુ.