રાજકોટના લોકમેળામાં પ્રથમ વખત વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમવાર 4G વોકી ટોકીનો ઉપયોગ થશે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રાજકોટ પોલીસ તંત્રના 78 અધિકારીઓ તથા 1 હજાર 373 કર્મચારીની ટીમ રાઉંડ ધ ક્લોક બંદોબસ્ત ફરજ બજાવશે. મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા ખાસ 24 કલાક પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે અને CCTV કેમેરાને કંટ્રોલ રૂમ સાથે જોડી સુપરવિઝન કરાશે.
મેળાના આરંભ પહેલા જ રાજકોટ મનપાએ તમામ રાઈડ્સની ચકાસણી કરી સેફ્ટી સર્ટિફિકેટ અપાશે. તમામ રાડઈનું ચેકિંગ કર્યા બાદ જ રાઈડ માટે મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત, પાંચ દિવસના આ લોકમેળાનું પોલીસે સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે.