રાજકોટઃ શહેરના કારખાનામાં ગ્રાઇન્ડરથી કામ કરતી વખતે અકસ્માતે ચક્ર તૂટી જતાં અકસ્માત સર્જાયો હતો અને કામ કરી રહેલી વ્યક્તિનો ગુપ્ત ભાગ કપાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાબડતોબ રાજકોટની ગિરીરાજ હોસ્પિટલે ખસેડાયા હતા. અહીં તબીબોએ વિના વિલંબે સર્જરી કરી દેતાં આધેડ સ્વસ્થ થઈ ગયા હતા.
મળતી વિગતો પ્રમાણે, આ કામદારને જ્યારે હોસ્પિટલે પહોંચાડાયા ત્યારે તેમને ગુપ્ત ભાગમાં ખૂબ જ ઇજા પહોંચી હતી. તેમજ લોહી પણ ઘણું વઙી ગયું હતું. પ્રાથમિક તપાસમાં તેમનું હિમોગ્લોબિન પણ ઓછું હોવાથી તેમને લોહીના બાટલા ચડાવાયા હતા. આ પછી દર્દીને સિટી સ્કેન કરાયા પછી યુરોલોજીકલ સર્જરી કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું હતું.
કામદારને હાથ, પગ કે પેટમાં ઇજાઓ ઓછી છે, પરંતુ તેને ગુપ્ત ભાગમાં ગંભીર ઇજા થઈ હતી. જોકે, હાલ દર્દીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
Rajkot : કારખાનામાં એવું શું બન્યું કે પરૂષનું ગુપ્તાંગ કપાઈ ગયું ? ડોક્ટરોએ ચમત્કાર કરીને કઈ રીતે જોડી દીધું ગુપ્તાંગ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 09:47 AM (IST)
અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાબડતોબ રાજકોટની ગિરીરાજ હોસ્પિટલે ખસેડાયા હતા. અહીં તબીબોએ વિના વિલંબે સર્જરી કરી દેતાં આધેડ સ્વસ્થ થઈ ગયા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -