Rajkot: રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે. આ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમ છતાં વ્યાજખોરો ત્રાસ વર્તાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા PGVCLના કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાતે હર્ષદ વણજારા નામના યુવકે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત હતો. મૃતક યુવાને વ્યાજે લીધેલા અઢી લાખના વ્યાજખોરોએ 25 લાખ વસુલ્યા હતા. વ્યાજે લીધેલી રકમની દસ ગણી રકમ વસુલ્યા બાદ પણ વ્યાજખોરો હજુ વધુ પૈસા માંગતા હતા. મૃતક યુવાન વાંકાંનેર ખાતે pgvclમાં વાયરમેન તરીકે નોકરી કરતો. મૃતકે યુવાને આપઘાત પૂર્વે સુસાઇડ નોટ લખી હતી. જેમાં ત્રણ વ્યાજખોરો મરવા માટે મજબૂર કરતા હોવાની નોંધ લખી છે. મૃતક યુવાનના મૃતદેહ ને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો હતો. જેતપુર સિટી પોલીસ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી કપાસમાં છાંટવાની દવા પીધી
અમરેલી જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરીને અનેક ચમરબંધીને સીધા દોર કરી નાંખ્યા છે, તેમ છતાં હજુ કેટલાક વ્યાજંકવાદીઓ આમ આદમીને ચૂસવાનું બંધ નથી કરતા. રાજુલાના વિકટર ગામે રહેતા એક યુવકે 15 હજાર રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા. યુવક સમયસર વ્યાજ ચૂકવતો હતો પરંતુ એક મહિનાથી રૂપિયા નહીં ચૂકવી શકતાં વ્યાજખોરે તેને ફોન કરી ઉઘરાણી કરતો અને ગાળો બોલતો. બે દિવસ પહેલા પૈસાની ઉઘરાણી કરી ભૂંડા બોલતાં તેને લાગી આવતાં કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. આ અંગે વિકટર ગામના રાહુલભાઈ છગનભાઈ બાંભણીયા (ઉ.વ.29)એ ડુંગર ગામના કાદરભાઈ જમાલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે છેલ્લા ચાર મહિના દરમિયાન અલગ અલગ સમયે આરોપી પાસેથી 15 હજાર રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા. તેનું રૂા. 15 હજાર વ્યાજ પણ ચૂકવ્યું હતુ પણ છેલ્લા એક મહિનાથી વ્યાજ ચૂકવી નહીં શકતા આરોપીએ અવાર નવાર ફોન પર તેમજ રૂબરૂમાં વ્યાજ તથા મુદ્દલના રૂપિયાની ઉઘરાણી કરી ગાળો આપતા. બે દિવસ પહેલા આરોપીએ તેમને અને તેમના પિતા પાસે આવી વ્યાજ અને મુદલના પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેમને લાગી આવતા કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. મરીન પીપાવાવ પોલીસ વધુ તપાસ કરી રહ્યા છે.
નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકને ફસાવતી વધુ એક મુસ્લિમ લૂંટેરી દુલ્હન ઝડપાઈ
અમરેલી જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે મુસ્લિમ મહિલાએ હિન્દુ યુવતિ બની લગ્ન વાંછુક યુવક સાથે લગ્ન કર્યા હતા અને 15 દિવસમાં નાસી ગઈ હતી. આ અંગે અંગે દિનેશ જ્યાણી નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જ્યોતિ નામ ધારણ કરી ફરજાનાબાનુંએ સાવરકુંડલા ના યુવક દિનેશ જ્યાણી સાથે લગ્ન કરી રૂપિયા 90,000 પડાવી લીધા હતા. લગ્ન બાદ 15 દિવસ રહીને નાસી ગઈ હતી. દિનેશ જયાણીએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા જ્યોતિ ઉર્ફે ફરજાનાબાનુને જલાલપુર વેસ્મો ગામેથી ઝડપી પાડી હતી. આ પહેલા ટોળકી સાવરકુંલાના યુવક પાસેથી રૂપિયા 1,90,000 ઝડપી લીધા હતા. બંને ગુનાના માસ્ટરમાઈન્ડ કિશોર મકવાણા અને તાહેરા ઉર્ફે કાજલને પોલીસે જેલ માંથી કબજો મેળવી ધોરણ કાર્યવાહી હાથ ધરી હતી.