Rajkot News: 2024ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાને હજુ સમય છે. ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરવાનું તો ઠીક વિધીવત રીતે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા પણ શરૂ નથી કરી ત્યાં તો રાજકોટના સાંસદ મોહન કુંડારીયાના બોલબચ્ચન સામે આવી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર એવા કેસરીદેવસિંહના સત્કાર કાર્યક્રમમાં મોહન કુંડારીયા પક્ષમાં જ રહેલા પોતાના વિરોધીઓ પર ખુબ ગર્જ્યા હતા.


વિરોધીઓને ગાડા નીચેના શ્વાન સમાન ગણાવીને કુંડારીયાએ 2024 જ નહીં પરંતુ 2029 સુધી વાંકાનેરના સાંસદ રહેવાનો દાવો પણ કર્યો છે. કોઈ કારણ સિવાય કુંડારીયા અચાનક કોની ઉપર પ્રહાર કરી રહ્યા હતા અને પોતે 2029 સુધી સાંસદ હોવાનો દાવો કોને સંભળાવી રહ્યા હતા તે તો કુંડારીયા જ જાણે. પરંતુ તેમની નિવેદનબાજીથી એકવાત સ્પષ્ટ છે કે રાજકોટ ભાજપમાં બધુ સરખું નથી ચાલી રહ્યું.


મોહનભાઈ કુંડારીયાએ એક વિરોધી જૂથને નામ લીધા વગર આડે હાથ લીધા હતા. ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કહ્યું કોઈ એમ માનતું હોય કે 2024 સુધી સાંસદ છું પરંતુ 2029 સુધી સાંસદ રહેવાનો છું. સૌરાષ્ટ્રની જાણીતી કહેવત 'ગાડુ કુતરુ ' નું ઉદાહરણ આપી સાંસદ દ્વારા ભાજપના જ વિરોધી જૂથને ટકોર કરવામાં આવી હતી. મોહનભાઈ કુંડારીયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોની મહેનત વિશે પણ વાત કરી હતી.


મોહન કુંડારિયાનો જન્મ 6 સપ્ટેમ્બર 1951ના રોજ મોરબીના નીચી માંડલ ગામમાં થયો હતો. 10મા ધોરણ સુધી ભણેલા કુંડારિયા 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1998 થી 2001 સુધી તેઓ બીજ નિગમના ચેરમેનનો ચાર્જ પણ સંભાળતા હતા. 18 મે 2014 ના રોજ, તેઓ ભાજપના સાંસદ તરીકે ચૂંટણી જીત્યા. સંસદમાં તેમની હાજરી 93% હતી એટલું જ નહીં, પરંતુ તેમણે 16 ચર્ચાઓમાં ભાગ લીધો અને 246 પ્રશ્નો પૂછ્યા.


2014 માં, મોદીના નેતૃત્વ હેઠળ, કુંડારિયા, જેમણે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી હતી, લગભગ 2.5 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગ્રાન્ટમાંથી 25 કરોડ રૂપિયા લોકકલ્યાણના કામો માટે ખર્ચ્યા હતા. આ સાથે રાજકોટને એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિતની ખાસ રેલ સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. તેઓ તેમના વિસ્તારના ખેડૂતો, પાણી, કામદારો અને ગ્રાહકોના પ્રશ્નોને ઘેર ઘેર લઈ ગયા હતા.


નિંભર તંત્રઃ રાજકોટમાં જન આરોગ્ય કેન્દ્રમાં કરોડના સાધનોનો 6 મહિનાથી વપરાયા વગર ધૂળ ખાઈ રહ્યા છે