Rajkot: રાજકોટ શહેરમાં ગૌ ટેકને ખુલ્લુ મુકવામાં આવ્યુ છે, આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પશુઓને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. રાજકોટના રેસકોર્સમાં ગૌ ટેકને ખુલ્લું મુકવામાં આવ્યું, રખડતા આંખલાને લઈ સાંસદ કુંડારિયાએ કહ્યું કે, અમારી સરકાર ગામમાં રખડતા આંખલાઓના જતન માટે તત્પર થઇ છે. અત્યારે બળદ આધારિત ખેતી ઓછી થઈ છે. આંખલાને ઘરમાં પુરવામાં આવે અને તેનું જતન કરવામાં આવે એ જરૂરી છે. આંખલાઓને જતન માટે રાજ્ય સરકાર પણ તત્પર બની છે. જો આમ કરવામાં આવશે તો જ લોકો લોકો આંખલાઓના ત્રાસથી મુક્ત થઈ શકશે. 

Continues below advertisement


 


Rajkot: દિવસે દિવસે સૂર્યનો પ્રકોપ વધી રહ્યો છે, જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ તેમ હીટ સ્ટ્રૉકના કેસોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજકોટમાં પણ હવે હીટ સ્ટ્રૉકના કેસોમાં વધારો નોંધાયો છે.


રાજકોટ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં હીટ સ્ટ્રૉક અને લૂ લાગવાનાં 108ને 737 કૉલ મળ્યા છે, આમાં ચક્કર આવવા, લૂ લાગવી, ઉલટી થવી, બેભાન થવા જેવા કેસો સામે આવ્યા છે. ગરમીને ધ્યાને રાખી 108 એમ્બ્યૂલન્સમાં પણ દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. શ્રમિકો અને બહાર તડકામાં કામ કરતા લોકોનાં કેસ વધારે છે. 108 એમ્બ્યૂલન્સમાં જ પાણીનાં પોતા, ગ્લૂકૉઝ સહિતની તમામ વ્યવસ્થાઓ સાથે રાખવામાં આવી રહી છે.


 


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, 17 અધ્યાપકોના નામોના ગોટાળા મામલે સરકારે ખુલાસો માગ્યો


Saurashtra University: રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે અધ્યાપકોને લઈને વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 17 અધ્યાપકોના નામોના ગોટાળા મામલે ખુલાસો સરકારે યુનિવર્સિટીને નોટિસ આપી છે. જે કોલેજોમાં નામ છે તેને બદલે અન્ય કોલેજોમાં ફરજ બજાવતા હોવાનું યુનિવર્સિટીના ચોપડે સામે આવ્યું હતું. જ્યારે ત્રણ અધ્યાપકો મૃત્યુ પામ્યા હોવા છતાં માન્ય અધ્યાપકોની યાદીમાં જીવંત બતાવવામાં આવ્યા છે. એચ.એન.શુક્લ કોલેજના 5 પ્રોફેસરો અન્ય જગ્યાએ ફરજ બજાવે છે અને 2 પ્રોફેસરોના મૃત્યુ થયા છે. ટી.એન.રાવ કોલેજમાં સાયન્સ વિદ્યાશાખાના અધ્યાપક તરીકે ડો. નિદત બરોટનું નામ બોલતું હોવાથી નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખોટી માહિતી જાહેર કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. હરિવંદના કોલેજના પ્રોફેસરે રાજીનામુ આપી દીધું છતાં યુનિવર્સિટીના ચોપડે પ્રોફેસર કાર્યરત હોવાનું સામે આવ્યું છે. સ્વ. જયેશ પટેલ, સ્વ.નીતિન પોપટ અને સ્વ. ચેતન ઉપાધ્યાયના મૃત્યુ થયા છતાં કોલેજોમાં તેના નામ બોલતા હોવાથી સરકાર હરકતમાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે હકીકત લક્ષી અહેવાલ મંગાવતા કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની સૂચના મુજબ રજિસ્ટ્રાર દ્વારા સરકારમાં અહેવાલ મોકલાયો છે.