Rajkot: વરસાદ અને ભાર પવનના કારણે ઠેર ઠેર નુકશાનીના દ્રશ્યો સામે આવ્યા છે, હવે રાજકોટમાંથી પણ એક મોટુ ભ્રષ્ટાચારનું ગાબડુ સામે આવ્યુ છે. અહીં નવા ખુલ્લા મુકાયેલા બ્રિજ પર એકએક મસમોટુ ગાબડુ પડી જતાં લોકોમાં ભય ફેલાયો છે.
રાજકોટમાં તાજેતરમાં જ ગોંડલ ચોકડી પાસે તૈયાર કરાયેલો બ્રિજમાં ગાબળુ પડતા લોકોમાં ચર્ચા જામી છે. આ બ્રિજને હાલમાં જ 90 કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો હતો, અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્રિજના ઉપરના ભાગે જે સેફટી વૉલ બનાવવામાં આવી છે, તેમાં જ તિરાડ પડી છે અને ત્યાં મસમોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડવાને લીધે 30 કિલો જેવડો સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો છે, આના કારણે ભય ફેલાયો છે કેમ કે આ હવામાં લટકતો માંચડો નીચે પડે તો ગંભીર અકસ્માત સર્જાઇ શકે છે. આ બ્રિજ પરથી દરરોજના લાખો વાહન ચાલકો પસાર થાય છે ત્યારે તેના ઉપર લટકતી તલવાર સમાન બની ગયો છે. અઠવાડિયા પહેલા લટકતા પોપડામાંથી થોડો હિસ્સો નીચે પાર્ક કરાયેલી કાર ઉપર પડતા કારનો કાચ પણ તૂટી ગયાની ઘટના બની હતી જોકે, કારમાં કોઈ ના હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
રાજકોટમાં 7 હૉટલો પર મોટી કાર્યવાહી, આ હૉટલો કયા નિયમોનો કરી રહી હતી ભંગ, જાણો
રાજકોટમાં 7 મોટી હૉટલો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે, શહેરની 7 મોટી હૉટલોએ રાજકોટમાં બહાર પડાયેલા જાહેરનામાનો ભંગ કર્યો હોવાની વાત સામે આવી છે. તંત્ર દ્વારા આ સાતેય હૉટલો પર કરવામાં આવેલી કાર્યવાહી હાલમાં ટૉક ઓફ ધ ટાઉન બની છે. માહિતી પ્રમાણે, તંત્રએ જાહેરનામાનો ભંગ કરવા બદલ શહેરમાં કનકરોડ, કરણપરા અને બસ સ્ટેન્ડની આસપાસ આવેલી હૉટલોમાંમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગ્રાહકોની વિગતો પથિક સૉફ્ટવેરમાં ના ચડાવતાં તેમજ રજિસ્ટર અને સીસીટીવીનું રેકોર્ડિંગ ના રાખવા બદલા આ તમામ હૉટલો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. આમાં હૉટલ જ્યોતિ, હૉટલ એમ્પાયર, હૉટલ યૂરોપા, હૉટલ ભક્તિ સહિતની અન્ય હૉટલો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
મજૂરીકામ કરી ઘરે પરત ફરેલા 18 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં છવાયો માતમ
જેતપુર: તાલુકાના જૂની સાંકળી ગામમાં હાર્ટ એટેકની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જૂની સાંકળી ગામમમાં 18 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. યુવકને હાર્ટ એટેક આવતા ઘરે જ મોતને ભેટ્યો હતો. 18 વર્ષીય યુવક મજૂરીકામ કરી ઘરે પરત ફરી સ્નાન કરવા જતા એટેક આવ્યો હતો. યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતેનાં હાજર તબીબે હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જૂની સાંકળી ગામના સિંગલ હાર્દિક અતુલભાઈનું અવસાન થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. નાની ઉંમરમાં એટેકના બનાવ વધતા લોકોમાં ચિંતા પ્રસરી છે. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે.