Rajkot: ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર વિકાસન કાર્યોને ખુલ્લા મુકી રહી છે, છેલ્લા બે દિવસથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે, આ દરમિયાન તેમને રાજકોટમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ગ્રાન્ડ લૉન્ચિંગ કર્યુ, આ ઉપરાંત સૌની યોજના અને બીજા કેટલાય વિકાસના કાર્યોની રાજકોટવાસીઓને ભેટ આપી હતી, પરંતુ હવે આ કડીમાં વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટવાસીઓને આગામી મહિેન પણ સરકાર તરફથી વધુ એક મોટી ભેટ મળવા જઇ રહી છે. 


માહિતી પ્રમાણે, રાજકોટમાં આરોગ્ય ક્ષેત્ર સરકાર રાજકોટવાસીઓને એક મોટી હૉસ્પીટલની ભેટ આપશે. રાજકોટમાં અત્યારે અદ્યતન જનાના હૉસ્પીટલનું કામ ચાલી રહ્યું છે અને આગામી એક મહિનામાં આ કામ પૂર્ણ થઇ જશે. આ પછી આ હૉસ્પીટલને રાજકોટવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. આ નવીન હૉસ્પીટલમાં ગાયનેક અને બાળકોનો વિભાગ હશે, રાજકોટની આ નવીન હૉસ્પીટલ મેટરનિટી અને ચાઈલ્ડ હૉસ્પીટલ તરીકે ઓળખાશે. હાલમાં અહીં પ્રાથમિક જરૂરી મશીનરીનું કામ પ્રથમ તબક્કામાં ચાલી રહ્યું છે, જ્યારે બીજા તબક્કામાં આધુનિક મશીનરીને હૉસ્પીટલમાં લાવવામાં આવશે. જોકે, તમામ કામની વાત કરીએ તો અત્યારે હૉસ્પીટલનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યુ છે, અને આગામી મહિને આ મોટી ભેટ રાજકોટવાસીઓને મળી શકે છે. 


મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ


પ્રધાનમંત્રી મોદી રાજકોટ પહોંચ્યા છે. PM મોદી આજે રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપશે. સૌથી મહત્વની વાત એ છે કે, PM મોદીએ  હીરાસર ઈન્ટરનેશનલ એયરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં કુલ 2033 કરોડના વિકાસ કામનું લોકાર્પણ કરશે. સૌની યોજનાના લિંક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ પણ કરશે. જેનાથી 1 લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે.


52 હજાર એકર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે. વિકાસકામના લોકાર્પણ બાદ PMની રાજકોટમાં જાહેરસભાને સંબોધશે. જાહેરસભામાં 1 લાખ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ આવવા રવાના થયા છે. રાજકોટમાં જંગી સભાને સંબોધન કરશે. રાજકોટના રેસકોર્સમાં ચાર ડોમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યો,સાંસદો રાજ્ય સરકારના મંત્રીઓ ઉદ્યોગપતિઓ વેપાર જગતના અલગ અલગ સંગઠનના આગેવાનો અહીં ઉપસ્થિત છે. રાજકોટ મહાનગરપાલિકાના કેકેવી એલીવેટેડ બ્રિજનું લોકાર્પણ પીએમ મોદી કરશે. લોકાર્પણ સાથે જ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ લાઇબ્રેરી અને સુએજ પ્લાન્ટને પણ પ્રધાનમંત્રી ખુલ્લો મુકશે.