Rajkot : જન્માષ્ટમી નિમિત્તે રાજકોટના ગોંડલમાં યોજાયેલા લોકમેળામાં વીજકરંટ લાગતા બે વ્યક્તિના મોત થયાના સમાચાર છે. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગરપાલિકા સંચાલિત યોજાયેલ લોકમેળામાં 2 વ્યક્તિઓને વિજકરંટ લાગતા તેમના મોત થયા છે. મેળામાં એક વ્યક્તિને વીજ કરંટ લાગતા પાલિકા કર્મચારી બચાવવા જતા ફાયરના કર્મચારીને પણ વિજકરંટ લાગ્યો હતો. વિજકરંટ લાગતા બંને વ્યક્તિઓને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંનેના મોત નિપજ્યા હતા.
પોરબંદરના મેળામાં રંગમાં પડ્યો ભંગ
કોરોનાને કારણે બે વર્ષથી બંધ જન્માષ્ટમીનો મેળો આ વર્ષે યોજાવાનો છે, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ ખુશખુશાલ છે. જોકે, જન્માષ્ટમી સમયે જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે લોકોના રંગમાં ભંગ પડી શકે છે. પોરબદરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. છાયા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. વરસાદને કારણે મેળાની અવદશા છે. પવન કારણે મેળાના સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા હતા. અનેક સ્થળોએ મંડપ પડી ગયા છે. મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. વરસાદને મેળાના રંગમાં ભંગ પડ્યો છે. મેળાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટ મેળાની આવકમાંથી 51 લાખ મુખ્યમંત્રી રાહતકોષમાં અપાશે
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કહ્યું કે, લોકમેળામાં સ્ટોલ વેંચી જે આવક થઈ છે તેમાંથી 51 લાખ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂપિયા આપવામાં આવશે. દિવસમાં બે વખત મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઈડ્સની ચકાસણી કરવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ લોકમેળામાં 1200 પોલીસનો બંદોબસ્ત રહેશે. CCTV અને 15 વોચ ટાવર પર થી વિડીયો ગ્રાફી થી નજર રાખવામાં આવશે.
તેમણે લોકોને અપીલ કરી છે કે, રોગચાળો વકર્યો હોવાથી વેકસીનના બે ડોઝ લીધા હોય તેવા લોકો જ આવે અથવા તો લોકમેળામાં વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે લોકોને શુદ્ધ પાણી પીવા અને સારો ખોરાક લેવા પણ અપીલ કરી છે. જેથી લોકોનું સ્વાસ્થ્ય ન બગડે. પોરબદરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. છાયા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. વરસાદને કારણે મેળાની અવદશા છે. પવન કારણે મેળાના સ્ટોલના મંડપ હવામાં ઉડ્યા હતા. અનેક સ્થળોએ મંડપ પડી ગયા છે. મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. વરસાદને મેળાના રંગમાં ભંગ પડ્યો છે. મેળાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.