Rajkot News: સૌરાષ્ટ્રના ક્રિકેટરોનો દારૂ કાંડ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર -૨૩ ટીમ મેચ રમવા માટે ચંડીગઢ ગઈ હતી. સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરોની કીટ ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડાફોડ થયો હતો. કીટમાંથી ૨૭ બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો. હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે.