Rajkot : સાતમ આઠમના તહેવારો પહેલા બજારમાંથી ગમે તેવું ઘી લઇ મીઠાઈ બનાવતા પહેલા સો વખત વિચાર કરજો.જન્માષ્ટમીના તહેવારો પહેલા રાજકોટમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી ઝડપાયું છે. કુવાડવા પોલીસે 40 ડબામાં 599 કિલો ઘી ઝડપી એક શખ્સની અટકાયત કરી છે.
મોટા પ્રમાણમાં ઝડપાયેલાઆ નકલી ઘી મામલે રાજકોટના નવાગામ આણંદપર રંગીલા શેફર્ડ પાર્કમાં રહેતા પરેશભાઈ લીલાધરભાઇ મૂલીયા નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુવાડવા પોલીસે એક શખ્સને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ફુટ સેફટી અધિકારીઓની હાજરીમાં ઘીના નમુના લઈને FSLમાં મોકલવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોના સાથે સ્વાઈન ફલૂનો કહેર, બે દર્દીઓના મોત
રાજકોટ શહેરમાં કોરોના સાથે સ્વાઈન ફલૂનો કહેર પણ સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં કોરોના અને સ્વાઈન ફલૂના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજકોટના શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં કોરોના અને સ્વાઇન ફલૂથી 1-1 દર્દીનું મોત થયુ છે, જોકે આરોગ્ય વિભાગે સત્તાવાર કેમ જાહેરાત ન કરી તેને લઈને સવાલો ઉભા થયા છે. રાજકોટમાં સ્વાઇન ફલૂના સાત દર્દીઓ હજી સારવારમાં છે, જેમાંથી બે દર્દીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં મિનરલ વોટરના બે સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા
બજારમાં મળતું મિનરલ વોટર પિતા પહેલા ચેતજો,આ મિનરલ વોટર પીવાથી ઝાડા-ઉલટી થઇ શકે છે. આવું અમે નહીં પણ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી કહી રહ્યાં છે. રાજકોટમાં મિનરલ વોટરના બે સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. બીસ્વીન અને બીસ્ટર બ્રાન્ડ મિનરલ વોટર બ્રાન્ડનો નમૂનો ફેઈલ થયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે બંને કમ્પનીઓના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા. બંને કમ્પનીનું શુદ્ધ કહેવાતું અને દેખાતું પાણી અશુદ્ધ નીકળ્યું છે. તારીખ 12-5-2022 ના રોજ આ પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. હવે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ઉત્પાદક અને વિક્રેતા ઉપર કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.