Rajkot News: જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં ભવ્યાતિ ભવ્ય જાજરમાન "લાડકડીનાં લગ્ન" આઠમા શાહી સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ શાહી સમૂહ લગ્ન ઉત્સવમા 351 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, ભરતભાઈ બોઘરા સહિતના રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ શાહી સમૂહલગ્નના સાક્ષી બન્યા હતા.



જયેશ રાદડિયા ની અધ્યક્ષતામાં શાહી વરઘોડો હાથી, વિન્ટેજ કારમાં નીકળ્યો હતો. શાહી સમૂહ લગ્ન ઉત્સવને લઈ જામકંડોરણામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.


શું કહ્યું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

શાહી સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્નમાના એક છે. ભારતીય જનતા પાર્ટીની સતત ત્રીજી વાર સરકાર બનશે તેમાં શંકા નથી. દેશમાં અત્યારે મોદીના નામની હવા છે. ભાજપ ચૂંટણીમાં 400 થી વધારે બેઠક મળેવશે.






બીજેપીએ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ તૂટી રહી છે. હાલમાં ઘણા વિપક્ષી નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. હવે તેમના કેટલાક નેતાઓ આવતીકાલે એટલે કે શનિવારે કેસરિયો કરશે. 3 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં ફરી ભરતીમેળો શરૂ થશે. શનિવારે 2 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આ ઉપરાંત AAPના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચુડાસમા પણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકી ભાજપમાં જોડાશે. જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી ભાજપમાં જોડાશે. આવતીકાલે ભેસાણ ખાતે સવારે 11 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 2 હજાર લોકોને ભાજપમાં જોડશે.


શનિવાર બાદ રવિવારે પણ ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે. ખંભાતના  પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ રવિવારે ભાજપમાં જોડાશે. આણંદ જિલ્લા પંચાયતના 1 સભ્ય, ખંભાત પાલિકાના 3 સભ્ય પણ તેમની સાથે ભાજપમાં જોડાશે.  ખંભાત તાલુકા પંચાયતના 3 સભ્ય અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા 2 લોકો ભાજપમાં જોડાશે. રવિવારે ખંભાતમાં 11 કલાકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 1500 લોકોને ભાજપમાં જોડશે.