Rajkot News: રાજકોટમાં હવે સહકારી મંડળીઓ પર તવાઇ આવી છે, હાલમાં જ જિલ્લા રજિસ્ટરે રાજકોટ સહિત જિલ્લાની 36 સહકારી મંડળીઓ નૉટિસ ફટકારી છે, જિલ્લા રજિસ્ટરે નૉટિસમાં જણાવ્યુ છે કે, કેટલીક મંડળીઓ માત્ર કાગળ પર જ ચાલી રહી છે અને વાર્ષિક હિસાબો રજૂ નથી કરી શકી.


મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં હવે સહકારી મંડળીઓ પર તવાઇ શરૂ કરવામાં આવી છે. હાલમાં જ રાજકોટની 25 સહિત જિલ્લાની 36 સહકારી મંડળી બંધ કરવા નૉટિસ ફટકારવામાં આવી છે. સરકારી તંત્રએ હવે જિલ્લામાં માત્ર કાગળ પર ચાલતી અને હિસાબ રજૂ નહીં કરનારી તમામ મંડળીઓ સામે લાલ આંખ કરી છે. આ નૉટિસનો 30 દિવસમાં જવાબ નહી આપનારી મંડળીઓના રજિસ્ટ્રેશન બંધ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, આ તમામ મંડળીઓએ છેલ્લા પાંચથી નવ વર્ષ સુધીનો હિસાબ રજૂ કર્યો નથી, જેના કારણે જિલ્લા રજિસ્ટર વિશાલ કપૂરીયાએ આ તમામને નૉટિસો ફટકારી છે. રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


પત્નીને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધ હતો, અનેકવાર રોકી પણ... 


રાજકોટ શહેરમાં રુંવાડા ઉભે કરે તેવી ઘટના બની છે. પ્રેમ સંબંધમાં પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. પતિએ પત્નીના માથામાં પેવર બ્લોકના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચી ગયો છે. પતિએ પત્નીના પ્રેમ સંબંધને લઈ આ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં સ્પિડવેલ પાર્ટી પ્લૉટ પાસે આવેલી અંબિકા ટાઉનશીપમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલે બાદમાં પતીએ ગુસ્સામાં આવીને પોતાની પત્ની જેનું નામ અંબિકા સિરોડી છે તેને માથામાં પથ્થરનો બ્લૉક મારીને હત્યા કરી દીધી છે. હાલમાં આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.


હત્યા બાદ પત્નીની લાશ સાથે પતિએ સેલ્ફી લીધી હતી. સેલ્ફી લીધા બાદ પતિએ પત્નીના મૃતદેહ સાથે વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં પતિએ પત્નીના ચારિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. હત્યારા પતિએ જણાવ્યુ કે મારી પત્નીને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધ હતો. અનેકવાર રોકવાનો પ્રયાસ કર્યો પણ ન માની. મે કોઇ ભૂલ નથી કરી, મારી પત્નીએ મને હેરાન કર્યો” આ સાથે જ જણાવ્યુ કે “હું સામેથી આત્મસમર્પણ કરીશ, મને હાથકડી ન પહેરાવાય”. “મારી પત્ની ન માની તો મે એનું કામ પતાવી દીધું”


પત્ની ખરાબ હતી એટલે મેં તેને મારી નાખી


પતિએ વીડિયોમાં જણાવ્યું હતું કે, 'મારી પત્ની ખરાબ હતી એટલે મેં તેને મારી નાખી છે, તેણે મારા મિત્ર સાથે આડા સંબંધો બાંધ્યા હતા, હું સામેથી પોલીસ સામે સરન્ડર કરું છું, મને માફ કરજો...' હાલમાં આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે હત્યારા પતિને રાઉન્ડ અપ કરી વધુ તપાસ શરૂ કરી છે. 


પતિ ગુરૂપા જીરોલીએ જ કરી હત્યા કરી


શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટના B-103માં રહેતી 34 વર્ષીય પરિણીતાની પતિ ગુરૂપા જીરોલીએ જ કરી હત્યા કરી છે. પતિએ પત્નીના માથામાં 4 થી 5 ઘા પથ્થરના ઝીંકી હત્યા કરી હતી. આરોપી ગુરૂપા મલ્લપા જીરોલીના પાર્ટનર અને મિત્ર નગાભાઈ હમીરભાઈ કામલીયાને પત્ની અંબિકા સાથે અનૈતિક સંબંધો હતા. આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની અને કર્ણાટકના બોર્ડર પર તેનું ગામ આવેલું છે. તેણે પોલીસને કન્ટ્રોલ રૂમ પર ફોન કરી પત્નીની હત્યા કરી હોવાની કરી જાણ કરી હતી.