Saurashtra Onion: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવકો ચાલુ થઇ છે. માર્કેટ યાર્ડમાં પણ ખૂલતા બજાર સાથે 50 લાખ ડુંગળીની આવક થતાની સાથે જ ભાવમાં પણ જબરો વધારો જોવા મળ્યો હતો. મોટા પાયે ડુંગળીની આવક થઈ રહી છે. જેને લઈને રૉડ પર ટ્રક-ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતોને અત્યારે માર્કેટમાં 100 થી 425 રૂપિયા સુધીનો વધારો પ્રતિ મણ મળી રહ્યો છે. 

Continues below advertisement

સૌરાષ્ટ્રના યાર્ડો હાલમાં ડુંગળીની આવકોથી ઉભરાઇ રહ્યાં છે. શિયાળાની સવારથી જ રાજકોટ અને સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડ ડુંગળી કટ્ટાઓથી ભરાઇ ગયા છે, હાલમાં રાજકોટના ગોંડલ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક જોવા મળી રહી છે. બે લાખથી વધુ કટ્ટાની આવક થતાં ગોંડલ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું છે. ખાસ વાત છે કે, અત્યારે માર્કેટ યાર્ડની બંને તરફ 1500થી વધુ વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે, લગભગ 4 થી 5 કિમી સુધી વાહનોનો ખડકલો દેખાઇ રહ્યો છે. યાર્ડોમાં હરાજીમાં ડુંગળીના પ્રતિ મણ 100 થી 425 રૂપિયા ખેડૂતોને મળી રહ્યાં છે. બમ્પર આવક થવાના કારણે ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકો પણ બંધ કરવામાં આવી રહી છે. આવકો વધતાં યાર્ડ સત્તાધીશોની નવી સૂચના સુધી ડુંગળી ના લાવવા ખેડૂતોને અપીલ કરાઇ રહી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ માર્કેટ પાર્ડમાં આજે સવારે ખૂલતા બજારે માર્કેટિંગ યાર્ડમાં લગભગ 50 લાખ કિલો ડુંગળીની આવક થઈ હતી અને આ સાથે જ ભાવમાં જબરો કડાકો બોલાઈ ગયો હતો. રાજકોટમાં એક મણની કિંમત 100થી 500 જેટલી બોલાઈ હતી. આથી જયાં સુધી ઉપલબ્ધ જથ્થાનો નિકાલ થાય નહીં ત્યાં સુધી કાંદાની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જેને પગલે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, કપાસ અને ડુંગળી સહિત જણસીઓ ભરીને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જણસીઓથી ભરેલા વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી. આજે અહીંની ખરીદીમાં મગફળીની 75,000 ગુણી અને ડુંગળીની આવક 1,00,000 કટાની નોંધાઈ હતી.

Continues below advertisement

આ પણ વાંચો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ