Gondal APMC: સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલ દિવાળીના પર્વને લઈ 7 દિવસ સુધી બંધ રહેશે. 11 નવેમ્બરથી લઈને 17 નવેમ્બર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. દિવાળીના પર્વને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણ કાર્ય નહીં થાય. 18 ઓક્ટોબરે લાભ પાંચમના દિવસથી ફરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થશે.


ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટુ માર્કેટ યાર્ડ છે. અહિંયા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક વહેચવા માટે દુર દુરથી આવે છે. ઘણી વખત તો માર્કેટ યાર્ડની બહાર 4-5 કિલોમીટરની લાંબા લાઈનો પણ જોવા મળે છે.


ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી ઉપર નભે છે ત્યારે ખેડૂત ની હાલત દિવસે દિવસે દયનિય બનતી જાય છે સતત કમોસમી વરસાદ વાવાઝોડા સહિત નો સામનો કરી ખેડૂત ની કમર ભાગી ગયી છે ત્યારે રાજ્યમા હવે ખેડૂતો નકલી દવા બાદ નકલી બિયારણ નો ભોગ બની રહ્યા છે ત્યારે ઉપલેટાના નવા કાલરીયા ગામના ખેડૂતે જયેશ મગનભાઈ કોર નામના ખેડૂતે ઉપલેટા માંથી જતું નાશક દવા ના વિક્રતા પાસેથી કપાસ નું રુદ્ર નવાબ નામનું બિયારણ લઈ અગિયાર વીઘા મા વાવેતર કરેલ જે નકલી ફરજી નીકળેલ હોઈ તેવો આક્ષેપ કર્યો હતો.


ઉપલેટા નવા કલારિયાના ખેડૂતે જણાવેલ 11 વીઘા મા એક વીઘે 15 મણ કપાસ અંદાજિત ગણતા સરેરાશ કાઢતા વાર્ષિક આવક બે લાખ વીસ હજાર થી પચાસ હજારની આવક થઈ શકે પરંતુ જે નકલી બિયારણ અમને આપી દેતા કપાસ ના બિજ આવેલ છે જે ખુલતા નથી અને કપાસના ઝીંડવા મોટા થતા નથી. અમને નકલી બિયારણ આપી દીધેલા છે. ખેડૂત કાળી મજૂરી કરી બિયારણ નું વાવેતર કરતા હોઈ જેમાં દવા ખાતર વગેરે 50 થી સાઈઠ હજાર નો ખર્ચ થતો હોઈ બિયારણ ફરજી નકલી આવી જતા આખા વરસ નું નુકસાન થયું અને ઉપરથી સાઈઠ હજાર નો ખર્ચ થયો છે. ગુજરાતના ખેડૂતોને પાયમાલ બનાવતા આવા નકલી બિજ વેંચીખેડૂતોને પાયમાલ કરતા આવા તત્વો સામે  સરકારે કડક પગલાં ભરવા જોઈએ. નાના ખેડૂતો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સરકારે આવા નકલી બિયારણ વેંચતા લોકોને પકડી કડક કાર્યવાહી કરવી જોઈએ નહિતર ખેડૂત પાયમાલ થઈ જશે તેવું નવા કલારિયા ગામના ખેડૂત જયેશભાઇએ જણાવ્યું હતું.