Rajkot News: રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, થોડાક દિવસો પહેલા સ્વામિનારાયણ સાધુ નિરંજનદાસ દ્વારા સનાતન ધર્મ પર કરવામાં આવેલી ટિપ્પણી મામલે હવે માફી માંગી છે, સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓ પર નિરંજનદાસે એક સભા દરમિયાન વિવાદિત નિવેદન આપ્યો હતુ, આ પછી વિવાદ વકર્યો હતો, જોકે, આજે નિરંજનદાસ સાધુએ સનાતન ધર્મની જય હો કહીને આ મામલે માફી માંગી લીધી છે. 

Continues below advertisement

રાજકોટ સનાતન ધર્મના દેવી દેવતાઓના અપમાનનો મામલે હવે મોટો વળાંક આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિ દ્વારા આજે માંફી માંગવામાં આવી છે. સ્વામિએ માફી માંગતા કહ્યું કે, "આવેશમાં આવી આપવામાં આવેલા નિવેદનથી કોઈને ઠેશ પહોંચી હોઈ તો હું માફી માંગુ છું' તેમને કહ્યું કે, સનાતન ધર્મની જય હો, અને હવે આગામી દિવસોમાં ક્યારેય પણ કોઈની લાગણી દુભાઈ તે પ્રકારના વચનો નહીં બોલુ. 

ઉલ્લેખનીય છે કે, સ્વામિ નિરંજનદાસે જસદણની સભામાં પ્રબોધજીવન સ્વામિના દર્શન માટે દેવતાઓ જુરતા હોય છે તેવા પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હતું, પ્રબોધજીવન સ્વામિના દર્શનથી દેવતાઓ આનંદિત થાય છે, આ પ્રકારના નિવેદન બાદ મામલો વધુ કર્યો અને વિવાદે વધ્યો હતો. 

Continues below advertisement