Rajkot News: બજારમાં એવા ઘણા દુકાનદારો (shopkeepers) છે જેઓ ગ્રાહકો પાસેથી સિક્કા લેવાનો ઇનકાર કરે છે. આવી સ્થિતિમાં ગ્રાહક દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી શકે છે. રાજકોટમાં પણ આવી જ સ્થિતિ છે. વેપારીઓ 10 રૂપિયાના સિક્કા (Rs 10 coins) સ્વીકારી રહ્યા નથી. જેને લઈ રાજકોટ જિલ્લા કલેકટર (Rajkot district collector) પ્રભવ જોશીએ ટ્વિટ કર્યું છે. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે વીડિયો પોસ્ટ કર્યો હતો. રૂ.10નો સિક્કો કાયદેસરનું ચલણ-રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા કલેકટર પ્રભવ જોશીએ અપીલ કરતાં કહ્યું, વ્યાપારીઓને શોપ પર રૂ.૧૦ના સિક્કા સ્વીકારીએ છીએ તે પ્રકારે સ્ટીકર લગાવવવા અનુરોધ છે. કોઈપણ વ્યાપારી બેન્કોમા રૂ.૧૦ના સિક્કા જમા કરાવી શકે છે,અને પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે.
દુકાનદાર 10નો સિક્કો લેવાથી ઈનકાર કરે તો શું કરશો
- ઘણા દુકાનદારો એવા છે જે ગ્રાહકો પાસેથી 10 રૂપિયાના સિક્કા લેવાનો ઇનકાર કરે છે. પરંતુ આવું કરવું કાયદાકીય રીતે ખોટું છે.
- જ્યાં સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI કોઈપણ સિક્કા પર પ્રતિબંધ નહીં મૂકે ત્યાં સુધી દરેક દુકાનદારે ગ્રાહક પાસેથી સિક્કો લેવો પડશે. જો તે આમ નહીં કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
- જો કોઈ દુકાનદાર તમારી પાસેથી 1 રૂપિયા અથવા 10 રૂપિયાનો સિક્કો લેવાનો ઇનકાર કરી રહ્યો છે, તો પહેલા તેને કાયદાના નિયમો સમજાવો.
- જો કોઈ દુકાનદાર તમારી સાથે ગેરવર્તન કરે છે તો તમે તેની સામે ફરિયાદ નોંધાવી શકો છો.
- તમે RBIની સત્તાવાર વેબસાઇટ અથવા તેના ટોલ ફ્રી નંબર 144040 પર ફરિયાદ કરી શકો છો.
- તમને જણાવી દઈએ કે જો સિક્કો નહીં લેવામાં આવે તો દુકાનદાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવી શકે છે. કારણ કે રાષ્ટ્રીય ચલણનું અપમાન થઈ શકે નહીં. એટલા માટે જો ભવિષ્યમાં તમારી સાથે આવું કંઈક થાય તો તમારે તરત જ તેની ફરિયાદ કરવી જોઈએ.