રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાક રૂમમાં ચાર દિવસ પહેલા ભેદી સંજોગોમાં લાગેલી આગમાં કેટરિંગ કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા હતા. જેમાંથી ત્રણ કર્મચારીઓનો મોત થયા છે. જ્યારે હજુ પાંચ લોકો સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં ઓરડીમાંથી દારૂની બોટલો પણ મળી હતી.
આ આગ મામલે રાજકોટના નિરાલી રિસોર્ટમા કામ કરતા કર્મચારીએ કહ્યું હતું કે, દાઝેલા લોકો દરવાજાને લાત મારતા હતા. દાઝેલા લોકો ગભરાઈ ગયા હોવાથી ઊંઘો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા. આગ સમયે હાજર ચન્દ્રસિંગ બિસ્તએ જણાવ્યું દરવાજો ખુલો જ હતો. બચાવ કામગીરી સમયે દરવાજો ખોલનાર કર્મચારીએ નિવેદન આપ્યું હતું.
આ આગની ઘટના પછી તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ લાગી કે કોઈએ લગાડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ તેનો ભેદ ઉકેલી શકાયો નથી. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. આગ લાગ્યા સમયે દરવાજો બહારથી બંધ હોવાનું ભોગ બનનારનું રટણ છે.
આગ લગાડવામાં આવી છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે. આગ લાગી એ સમયે બહાર દરવાજો કોને બંધ કર્યો તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા FSLની મદદ લેવામાં આવી હતી. આગ લાગી કે લાગવાઈ FSL રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે.
મૃતકોના નામ
દેવીલાલ લબાના
શાંતિપ્રસાદ લબાના
દાઝેલા કર્મચારીઓ
રાજુભાઇ લબાના
લોકેશ લબાના
હિતેશ લબાના
લક્ષ્મણ લબાના
દિપક લબાના
ચિરાગ લબાના