Rajkot: રાજકોટમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યો છે, હવે વધુ એક મોટો વિવાદ રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. આ વિવાદ કર્મચારીઓના પગારને લઇને ઉભો થયો છે.


માહિતી પ્રમાણે, રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં 300 જેટલા કર્મચારીઓનો પગાર નથી ચૂકવાયો, આ 300 કર્મચારીઓ કરાર આધારિત હતા, અને તેમનો પગાર ના ચૂકવાતા વિવાદ વધુ વકર્યો છે. ખાસ વાત છે કે, 10 હજારથી લઈને 30 હજાર સુધીના પગારના કર્મચારીઓના પગાર અટવાયા છે. 5 તારીખને બદલે આજે 15 તારીખ થઈ છતાં પગાર ના ચૂકવાતા કર્મચારીઓ હેરાન પરેશાન થઇ છે. માણસો પુરા પડતી એજન્સીનો કૉન્ટ્રાકટ પણ 31 માર્ચે પુરો થઇ ગયો છે. નવી એજન્સીએ સિક્યૉરિટી ડિપૉઝીટ સહિતનું ચૂકવણું ન કરતા પગાર અટક્યો છે. મહેકમ વિભાગે જુની એજન્સીને ફરી કામ સોંપ્યું હોવાની ચર્ચા પણ વહેતી થઇ છે. જોકે, વિવાદ વધુ ગરમાતા આજે સંભવતઃ પગાર ચૂકવાઇ જાય તેવી શક્યતા છે. અત્યારે કરાર આધારિત તમામ કર્મચારીઓમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. 


 


Mother's Day: એક માતાએ પાંચ લોકોને આપ્યુ જીવનદાન, રાજકોટની મહિલાનું અંગદાન બન્યુ અન્યનું જીવનદાન


Mother's Day: આજે મધર્સ ડે છે, અને આજે એક મહત્વની ઘટના રાજકોટમાંથી સામે આવી છે, અહીં એક માતાએ મધર્સ ડેના દિવસે જ પોતાનું અંગદાન કરીને પાંચ લોકોને જીવનદાન આપ્યુ છે. આ ઘટના અત્યારે ટૉક ઓફ ધ ટાઉન બની છે. 
 
માહિતી પ્રમાણે, રાજકોટમાં રાજકોટ હોસ્પીટલમાંથી બ્રેઇનડેડ નિરૂપાબેન જાવિયાની કિડની, લીવર અને સ્કીનનું દાન કરવામાં આવ્યુ છે, આજે આંતરરાષ્ટ્રીય મધર્સ ડે આ અંગદાનથી પાંચ લોકોને નવજીવન આપ્યુ છે. વૉકાર્ડ હોસ્પીટલમાં મહિલાના પુત્ર, પતિ સહિત પરિવારના લોકો આ ઘટના દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા. આ અંગદાન બાદ તમામ અંગોને રાજકોટથી ગ્રીન કોરિડૉર કરીને અમદાવાદ લઈ જવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં આજે 14મી મેએ આંતરરાષ્ટ્રીય મધર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે, ભારતમાં પણ ખુણે ખુણે આની શાનદાર ઉજવણી થઇ રહી છે, રાજકોટમાં આ ખાસ પ્રસંગે અંગદાન કરીને એક મહત્વનુ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યુ છે.