Rajkot Payal Maternity Hospital Scam: રાજકોટની પાયલ હૉસ્પિટલનાં સગર્ભા મહિલા દર્દીની તપાસનાં અંગત CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થવા મામલે હવે તપાસ તેજ બની છે. પોલીસ તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. સાઇબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આરોપીઓની પુછપરછ કરાઇ રહી છે. આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી પ્રજવલ તૈલી હોવાનો ખુલાસો થયો છે. એટલુ જ નહીં પ્રજવલ તૈલી સમગ્ર CCTVકાંડનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. પ્રજ પાટીલ સોશલ મીડિયા હેન્ડલનું સંચાલન હતો, અને આ બંને આરોપીઓ ટેલિગ્રામ મારફતે ઓનલાઈન વીડિયોનું વેચાણ પણ કરતાં હોવાનો ખુલાસો થયો છે. 

Continues below advertisement

રાજકોટની પાયલ હૉસ્પિટલ કાંડ પર હવે મોટો ખુલાસો થયો છે. આ દુશાસનકાંડ પર અનેક પ્રકારના ખુલાસા થતાં તપાસ વધુ તેજ બની છે. માહિતી પ્રમાણે, પ્રજવલ તૈલી સમગ્ર CCTVકાંડનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. પ્રજ પાટીલ સોશલ મીડિયા હેન્ડલનું સંચાલન હતો, અને આ બંને આરોપીઓ ટેલિગ્રામ મારફતે ઓનલાઈન વીડિયોનું વેચાણ પણ કરતાં હોવાની વાત ખુલી છે. બંને આરોપીઓની પૂછપરછમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે. ખાસ વાત છે કે, ઉત્તરપ્રદેશથી ઝડપાયેલા આરોપીને આજે સાંજ સુધીમાં અમદાવાદ લવાશે. ચંદ્રપ્રકાશ કુંભ મેળામાં મહિલાઓના સ્નાન કરતા વીડિયો અપલોડ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીઓએ અન્ય હૉસ્પિટલ અને સંસ્થાઓના સીસીટીવી હેક કર્યાની પણ સંભાવના સેવાઇ રહી છે. 

મહત્વનું છે પાયલ હૉસ્પિટલ કાંડમાં મહિલાઓની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓ વિરુદ્ધ ગુજરાત પોલીસની નક્કર કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. યુપીની પોલીસ કરતા ગુજરાતની પોલીસે વધુ મજબૂત કલમ સાથેનો ગુનાઓ દાખલ કર્યા છે. સાયબર ક્રાઈમ વિભાગે આરોપીઓ સામે IT-66(2) કલમ ઉમેરી છે, ગુનેગારોને જામીન ના મળે અને આજીવન કેદ થાય તેવી કલમો પણ પોલીસે દાખલ કરી દીધી છે. કુંભમાં મહિલાઓની અંગત તસવીરો વાયરલ કરવાના કેસમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કુંભ મુદ્દે યુપી સરકારે દાખલ કરેલા ગુનાથી પણ વધારે મજબૂત ગુજરાતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતાસંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને માહિતી આપી હતી કે, ટેલિગ્રામ પર પ્રથમ દિવસે મહિલા દર્દીની પ્રાઇવસીનો ભંગ કરતો એક વીડિયો વાઇરલ થયો હતો. તપાસમાં ખ્યાલ આવ્યું કે રાજકોટ પાયલ નર્સિંગ હોમનો આ વીડિયો છે. ત્યાર બાદ હોસ્પિટલનાં 3 મહિનાનાં CCTV ની તપાસ કરાઈ. ટેક્નિકલ એનાલિસિસ બાદ સાઇબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક રવાના કરીને પ્રયાગરાજ, મહારાષ્ટ્ર (Maharashtra) મોકલાઈ હતી, જ્યાં 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રથી ઝડપાયેલ આરોપીઓ રોમાનિયા અને એટલાન્ટાનાં હેકર્સ સાથે સંપર્કમાં હતા. આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતા.

મુખ્ય આરોપી સહિત બે માત્ર ધો. 12 ભણેલા, અન્ય એકનો PTC સુધીનો અભ્યાસસંયુક્ત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે, પ્રજવ્લ તૈલી સમગ્ર CCTV કાંડનો મુખ્ય આરોપી છે. આરોપી પ્રજવ્લ અને રાજેન્દ્રે માત્ર ધો-12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. રાજેન્દ્ર પાટીલ સાંગલીનો છે. જ્યારે અન્ય આરોપી ચંદ્રપ્રકાશે PTC સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ, તેમની પૂછપરછ ચાલી છે. સંયુક્ત પો. કમિશનરે જણાવ્યું કે, દેશની અલગ-અલગ હોસ્પિટલનાં CCTV હેક થયાની સંભાવના છે. આરોપીને અમદાવાદ લાવી વધુ પૂછપરછ હાથ ધરાશે. આ સાથે તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે લોકોમાં જાગૃત્તિ લાવવા હોસ્પિટલ અને ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં સેમિનાર કરવામાં આવશે.

આ પણ વાંચો

Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના મોટા ખુલાસા