રાજકોટઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. તેમજ માસ્ક ન પહેરનારને દંડ પણ ફટકારવામાં આવશે, ત્યારે રાજકોટમાં માસ્કને લઈને બે વિરોધાભાષી બોર્ડ લગાવાયા છે, જેને કારણે લોકો પણ કયો નિયમ પાળવો તેને લઈ મુંઝવણમાં મુકાયા છે.

રાજકોટના કિસાનપરા ચોકમાં અલગ અલગ 2 બોર્ડ લગાડવામાં આવ્યા છે. એક બોર્ડમાં માસ્ક ન પહેરવું અને બીજા બોર્ડમાં લખ્યું છે માસ્ક નહિ પહેરો તો 1000નો દંડ થશે. આ બંને બોર્ડ રાજકોટ મનપા દ્વારા લગાવવામાં આવ્યા છે. એક બોર્ડમાં લખ્યું છે, સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી નથી. એક બાજુ કડક અમલવારી તો બીજી બાજુ મનપાની ગંભીર ભૂલ સામે આવી છે.