અમદવાદ રહેતા પોતાના દીકરાને ત્યાં અવર-જવર કરતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગઈ કાલે અમદાવાદની ખાનગી લેબમાં દંપતીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને દર્દી હાલ અમદાવાદ પોતાના ઘરે જ સારવારમાં હોવાની આરોગ્ય વિભાગે માહિતી આપી છે.
આ સિવાય આજે વાંકાનેરના વૃદ્ધને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા વૃદ્ધને કોરોના થયો છે. આરોગ્ય વિભાગ દોડી જઈને કામગીરી હાથ ધરી છે. મોરબી જીલ્લામાં આજે ૩ કેસ આવ્યા છે. આમ, મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનો આંક ૧1એ પહોંચ્યો છે. મોરબી જીલ્લામાં સતત ત્રણ દિવસથી પોઝિટિવ કેસ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧ વ્યક્તિનું મૃત્યુ થઇ ચુક્યું છે, તો ૪ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.